________________ 429 ધર્મનું ભાવિ એ જ પ્રમાણે ગાંધીજીએ 04 ખુબ ભારપૂર્વક જણાવ્યું છે કે જેટલે અંશે રામકૃષ્ણ, મહમદ, કે જરથુરત દેવી છે એટલે જ અંશે જિસસ પણ દેવી છે. એમણે એમ પણ ભારપૂર્વક કહ્યું કે વેદ કે કુરાન કે બાઈબલનો પ્રત્યેક શબ્દ ઈશ્વર બધેલ છે એમ પણ નથી અને તેથી જ એમણે બાઇબલ, ગીતા અને કુરાનને ધર્મપુસ્તક તરીકે સ્વીકાર્યા અને કહ્યું કે આ બધાયે પુરત કે સામાન્યતઃ ઈશ્વરપ્રેરિત છે, છતાં એમાં એવું ઘણું છે જે ઈશ્વરપ્રેરિત લાગતું નથી. જેમ ખ્રિસ્તી ધર્મ, હિંદુધર્મ અને બૌદ્ધધર્મ શાંતિના ધર્મો છે તેમ ઇસ્લામ પણ શાંતિને ધમ છે એવું મંતવ્ય એમણે રજૂ કર્યું અને સાથે જ એમણે કહ્યું 105 કે બધા ધર્મોનું ધ્યેય શાંતિ છે, ભલે એમાં ઔસ તફાવત રહ્યા. - ઇલામના વિશિષ્ટ ફાળા તરીકે એમણે ઇસ્લામના એકેશ્વરવાદ અને પિતાના ધર્મપંથીઓમાં ભાતૃભાવનો વ્યાવહારિક અમલ આગળ ધર્યા. એમની દૃષ્ટિએ 06 આ બે વિશિષ્ટતાઓ હતી. કારણકે હિંદુધર્મમાં પણ ભ્રાતૃભાવના હોવા છતાં તે ખુબ તાત્વિક પ્રકારની બની રહી અને વળી તાત્વિક હિંદુધર્મ એકેશ્વરવાદી હોવા છતાં વ્યવહારમાં હિંદુધર્મ ઇસ્લામ જેટલે એકેશ્વરવાદી નથી એનો ઈન્કાર કરી શકાય એમ નથી. એ જ પ્રમાણે હિંદુધર્મ વિશે પોતાના વિચારો રજૂ કરતા એમણે 07 કહ્યું છે : મેં જાણેલા ધર્મોમાં હિંદુધર્મ મને સવિશેષ સહનશીલ લાગે છે. કોઈ પણ બદ્ધકથનથી ( dogma). એમાં રહેલી સ્વતંત્રતાને પરિણામે એ ધર્માનુયાયીને મળતી સ્વતંત્રતાની મારા પર ઊંડી છાપ પડી છે. હિંદુધર્મ એક બંધિયાર મર્યાદિત ધર્મ ન હોવાને કારણે પિતાના અનુયાયીઓને બીજા ધર્મો માટે માનની ભાવના જાગ્રત કરવા ઉપરાંત બીજા ધર્મોમાં રહેલાં શુભતોને આવકારી પિતાના ધર્મમાં સમાવિષ્ટ કરવાની એ તક આપે છે. બધા જ ધર્મોમાં અહિંસા સમાન તત્વ છે. પરંતુ એમ છતાં હિંદુધર્મમાં એની થયેલી રજૂઆત અને વ્યવહાર ઉચ્ચ સ્વરૂપના રહેલા છે. હું જ્યારે આમ કહું છું ત્યારે જૈનધર્મ અને બૌદ્ધધર્મને હિંદુધર્મથી જુદા ગણતો નથી. માત્ર સર્વ માનવ-જીવોની જ નહિ પરંતુ સર્વ છેવોની એકતામાં હિંદુધર્મ માને છે. મારા મતે ગૌ-પૂજા માનવતાની ઉત્ક્રાંતિમાં 104 એજ, 6-3-'37 105 એજ, ર૦-૧–૨૭ 106 એજ, 21-3-29 107 એજ, 20-10-27