________________ ધર્મનું ભાવિ કરેઠ રામકૃષ્ણ મિશન દ્વારા જનસેવાનાં જે અનેક કાર્યો કાયમી રવરૂપે તેમ જ તત્કાલ સ્વરૂપે હાથ ધરવામાં આવે છે તે આની સાક્ષી સમાન છે. સેવાને આદર્શ દરિદ્રનારાયણની સેવા દ્વારા પ્રભુસેવાનો રામકૃષ્ણને બંધ કેટલીક વેળા બૌદ્ધ ધર્મમાં રજૂ થયેલા કરુણાભાવ સાથે, અને ખ્રિસ્તી ધર્મમાં રજૂ થયેલા દયાભાવ સાથે, એકરૂપ હોય એમ માનવામાં આવે છે. પરંતુ હકીકતમાં આમ નથી. કારણકે બૌદ્ધધર્મમાં કોઈપણ રવરૂપે પ્રભુની પૂજા સ્વીકારવામાં આવી નથી અને ખ્રિસ્તી ધર્મમાં પિતાના પાડોશીને પિતાની માફક જ સ્નેહ કરવાનું કહેવાયું છે. પરંતુ ત્યાં “રવીને અર્થ અતની જેમ ઈશ્વર અથવા “બ્રહ્મનું થતું નથી. આથી ખ્રિસ્તી ધર્મ પિતાના બાંધાની તરફ અપાર સ્નેહ રાખવાનું અને એનાં દુઃખને પિોતીકાં બનાવવાનું જ સૂચવે છે. આ બંને ધર્મોમાં માનવસેવા એ માત્ર એક આધ્યાત્મિક વ્યવહાર બને છે અને એનું મૂલ્ય માત્ર નૈતિક મૂલ્ય બની રહે છે. રામકૃષ્ણ માનવસેવાના આદર્શને એક જુદા જ સ્તરે રજૂ કરે છે. દરિદ્રનારાયણની સેવામાં જ ઈશ્વરભક્તિ સમાયેલી છે, એમાં જ આધ્યાત્મિક વ્યવહાર અને આધ્યાત્મિક સાધના રહેલી છે તેમ જ એ દ્વારા પ્રભુપ્રાપ્તિનું ધ્યેય સિદ્ધ થઈ શકે એમ છે, એવી સ્પષ્ટ રજૂઆત રામકૃષ્ણ કરી છે. માનવજાતની ઈશ્વરપ્રાપ્તિ માટેની વિવિધ ધાર્મિક સાધનાઓમાં રામકૃષ્ણ એક વિશિષ્ટ પ્રકારની સાધનાને ઉમેરે કરે છે. જ. ગાંધી વિચારધારા: ધર્મ-સમન્વયના વિવિધ પ્રયાસોમાં ગાંધીજીને મહત્વનો ફાળો રહ્યો છે. ધર્મ સમભાવની ભાવના જાગ્રત કરવા ઉપરાંત ધર્મના પાયા પર રચાયેલ જીવનને એમણે પ્રાધાન્ય આપ્યું. માનવ પ્રત્તિનાં વિવિધ ક્ષેત્રોમાં ઉન્નતિ અને વિકાસના પરીક્ષણને માટે એમણે ધર્મની પારાશીશી આગળ ધરી. વીસમી સદીના બીજા દશકામાં એમણે ભારતને પોતાની પ્રકૃત્તિનું ક્ષેત્ર બનાવ્યું. તે સમયે એમણે ઉચ્ચારેલ વાણું, કઈ પશ્ચાદ્ભૂમાં એમના ધર્મ સમન્વયના પ્રયાસોમાં આકાર લીધો તે, સમજાવે છે. એમણે કહ્યું : 102 મારો એ દઢ અભિપ્રાય છે કે આજનું યુરેપ ન તો ઈશ્વરના હાર્દનું પ્રતિનિધિત્વ કરે છે કે ન તે એ ખ્રિસ્તી ધર્મના હાર્દને રજુ કરે છે. એ તે માત્ર સંતાનના 102 યંગ ઇન્ડિયા, 8-9-1920