________________ ધમનું ભાવિ સ્થાન રહ્યું. આ મંદિરનું મુખ્ય પૂજારીપદ સ્વીકારવાથી રામકૃષ્ણના આધ્યાત્મિક જીવનની શરૂઆત થઈ એમ કહીએ તે ખોટું નથી. એ મંદિરની પાસે એક કાલી મંદિર પણ હતું અને રામકૃષ્ણ, કાલીભક્ત તરીકે, એમના શરૂઆતના આધ્યાત્મિક અનુભવેની પ્રતીતિ કરી. આધ્યાત્મિક સાધના : રામકૃષ્ણ પરમહંસ પતે રૂઢિચુસ્ત હોવા છતાં જે પ્રકારની વિવિધ આધ્યાત્મિક સાધનામાંથી તેઓ પસાર થયા એણે એમનું આધ્યાત્મિક દર્શન આપ્યું એટલું જ નહિ પરંતુ એમનું સમગ્ર વ્યક્તિત્વ પણ ઘડયું. શ્રી રામકૃષ્ણ તાંત્રિક, વૈષ્ણવ, અદ્વૈત, બૌદ્ધ, ઇસ્લામ અને ખ્રિસ્તી સાધનામાંથી પસાર થયા. આ બધાને પરિણામે એમના વ્યક્તિત્વમાં, એમના વિચારમાં અને એમનાં કાર્યોમાં સમન્વયકારી વલણ સ્પષ્ટપણે છતું થયું. એમનું આ સમન્વયકારી વલણ, ભક્તિ અને જ્ઞાનને જે સમન્વય એમણે સાથે છે, એમાં સ્પષ્ટ થાય છે. તેઓ કહે છે;૧ 0 0 When I think of the Supreme Being as inactive, neither creating nor preserving nor destroying, I call Him Brahmana or Purusa, the impersonal God. When I think of Him as acting, creating, preserving, destroying, I call Him sakti or maya or prakriti, the personal God. But the distinction betwean them does not mean a.difference. The personal and the impersonal are the same Being, like milk and its whiteness, or the diamond and its lustre, or the serpent and its undulation. It is impossible to conceive of the one without the other. The Divine Mother and Brahmana are one. આધ્યાત્મિક સાધનાના વિવિધ માર્ગોએ પર્યટન કરી રામકૃષ્ણ એ મંતવ્ય પર આવ્યા કે દૈવી તત્વના એ જ સમાન સ્વરૂપની સર્વ માર્ગો દ્વારા પ્રાપ્તિ થાય છે. અદ્વૈત અને બૌદ્ધ સાધનામાંથી પસાર થયા પછી પોતાના હૃદયના ઊંડાણમાંથી શ્રી રામકૃષ્ણ પ્રાર્થના કરે છે : "O Mother! let me remain in 10 એજ, પા. 672