________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન ઈશ્વર એ આશ્ચર્યકારક અને આનંદદાયક તત્ત્વ છે. પિતાના જ્ઞાનની પ્રાપ્તિ માનવ કરી શકે, પિતાને પ્રેમ કરી શકે, ઉચ્ચતર ગુણની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે, અનંતના સંસર્ગમાં રહી પરમતત્ત્વની સિદ્ધિ પામી શકે એ માટે, પ્રભુએ માનવનું સર્જન કર્યું, પરંતુ માનવે એ બધા તરફ દુર્લક્ષ જ સેવ્યું છે. એ તે ઈશ્વરજ્ઞાન સિવાયના અન્ય જ્ઞાનની પ્રાપ્તિમાં જ મંડળો રહ્યો છે. બહાઈમનના ઈશ્વરના ખ્યાલ વિશે આપણે એ જોઈ શકીએ છીએ કે જે જે ધર્મોએ ઈશ્વરતત્ત્વને નિર્ગુણ સ્વરૂપે સ્વીકારેલ છે તેમણે ઈશ્વરના સ્વરૂપ વિશે જેવું વર્ણન આપ્યું છે, લગભગ એવું જ વર્ણન ઈશ્વર વિશે બહામતમાં આપવામાં આવ્યું છે. સર્વ કર્તુત્ય ઈશ્વરને અપીને એમ કહેવામાં આવ્યું છે કે માનવી બધી વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ છે, પરંતુ ઈશ્વરના જ્ઞાનની પ્રાપ્તિને માટે નહિ. ઈશ્વર, જ્ઞાનને વિષય છે કે પ્રેમને એ પ્રશ્ન બહાઈમનની, વિચારણામાંથી દૂર રહ્યો નથી અને એટલે જ બહાઈમતના એક પ્રવક્તા અબ્દુલ. બહાદુ કહે છે : ઈશ્વરના પ્રેમ કરતાં અન્ય કંઈક વિશેષ નથી કે નથી આશીર્વાદ સમાન ઈશ્વરપ્રિમમાં, માંદાને માવજત, ઘાયલને સાંત્વન અને સમસ્ત સૃષ્ટિને આનંદ પ્રાપ્ત થાય છે. ઈશ્વરપ્રેમ દ્વારા જ માનવ સંપૂર્ણ જીવનની પ્રાપ્તિ કરી શકે છે બધા જ ધર્મોનું હાર્દ ઈશ્વરપ્રેમ છે, અને એજ બધા ધાર્મિક બેધને પાયો છે. શીરડીના સાંઈબાબાએ આ જ પ્રેમધર્મ પ્રબોધ્યો છે. માનવ અરિતત્વના કેન્દ્રવતી રનેહના ચાર પ્રકાર વર્ણવતા અબ્દુલ બહા કહે છે 87 1. ઈશ્વર એકત્વ તરફનો ઈશ્વરપ્રેમ : જિસસે કહ્યું છે. પ્રભુ પ્રેમ છે. 2. ઈશ્વરને એમના સંતાન અને સેવા માટે પ્રેમ. 3. માનવને ઈશ્વર માટેનો પ્રેમ. 4. માનવને માનવ માટે પ્રેમ. આ ચારે પ્રકારના પ્રેમ ઈશ્વરમાંથી ઉદ્દભવે છે. એ જ પ્રમાણે બહાઈમતમાં માનવસ્વભાવ, અમરત્વ, દુ:ખ, પ્રાર્થના, સમાધિ, ધ્યાન વગેરે વિશે પણ મંતવ્ય રજુ થયાં છે. આ બધાને વિશે બહાઈ મતના મુખ્ય પ્રવક્તા અબ્દુલ બહાએ જે કંઈક રજૂઆત કરી છે એને આધારે ઘેડું અવલેકન કરીશું. 86 ટકસ બાય અબ્દુલ બહા, પા. 74 87 એજ, પા. 169 88 એજ, પા. 53-54