________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન સ્થાપના થઈ તે પહેલાં પણ એલેકઝાંડ્રિયામાં ગ્રીક તત્ત્વજ્ઞ યામ્બલીકસે ઈ. સ.ની ત્રીજી સદીમાં કર્યો હતે. એમણે આ શબ્દપ્રયોગ ગ્રીક રવમાં ઈશ્વરનું આંતરિક જ્ઞાન પ્રાપ્ત કરવાના અર્થમાં પ્રય હતે. આ રીતે થિયોસોફી એટલે પરમતત્વના જ્ઞાનની પ્રાપ્તિનો માર્ગ એમ કહી શકાય. પરમતત્વના જ્ઞાનની પ્રાપ્તિનો પ્રયાસ દુનિયાના વિવિધ દેશોમાં થયેલ છે. આમાં ખાસ કરીને ઉપનિષદ, પાયથાગોરસ અને પ્લેટો તેમ જ દુનિયાના અનેક રહસ્યવાદીઓને સમાવેશ થઈ શકે. હિંદુ, બૌદ્ધ તથા જૈન ધર્મોમાં વ્યક્તિગત મોક્ષપ્રાપ્તિને જીવનના ધ્યેય તરીકે સ્વીકારવામાં આવે છે. આમ છતાં “પ્રભુના જન તો મુક્તિ નવ માગે, માગે જન્મોજન્મ અવતાર રે” અનુસાર મુક્તત્વ સિવાયનું જીવન પણ સ્વીકારાયું છે. આવા જ જીવનમુક્ત તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ જ અનુસાર બૌદ્ધધર્મમાં પણ બોધિસત્વને આદર્શ રજૂ થયે છે. હિંદુધર્મ અને બૌદ્ધધર્મમાં રજૂ થયેલ આત્મત્યાગને આ વિચાર, અને વ્યક્તિગત મુક્તત્વ કરતાં માનવજાતના કલ્યાણને અર્થે જીવનપ્રાપ્તિને પ્રાધાન્ય આપ વિચાર, થિયોસોફી સ્વીકારે છે. એના મતાનુસાર પ્રત્યેક માનવ, બીજા સાથે સંકળાયેલ છે અને એથી માનવ-માનવમાં ભિનતા નહી પરંતુ ભ્રાતૃત્વ છે સાચી રીતે કોઈ પણ માનવી સંપૂર્ણ રીતે પિતાના ઉપર જ આધાર રાખી શકે નહીં અને એથી મેલ કે નિર્વાણ પ્રાપ્તિ માટે પણ એ એકલે-અટૂલે કાર્યરત રહે એ સંભવી શકે નહીં. વળી માનવી મુક્તત્વની પ્રાતિ, પિતાની બૌદ્ધિક શકિત અનુસાર જ કરી શકે એવું થિયોસોફીને મત સ્વીકારાતા નથી. પરંતુ એની સાથે જ ભાવનાબળ પણ એટલું જ મહત્વનું છે, એમ સૂચવે છે. આ ભાવના બળનું પ્રત્યક્ષીકરણ માત્ર પ્રભુભક્તિમાં જ નહીં પરંતુ દીન અને દુઃખી માનવજાત પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવામાં અને તેમની સેવા કરવામાં પણ રહેલ છે. થિયોસેફીના એક પ્રવક્તા કહે છે: સૃષ્ટિના કર્મના ભારને છેડે હલકે કરવાનો પ્રયાસ કરે અને અંધકારમાં બળોના વિજયપ્રાપ્તિના પ્રયાસની સામે સખત હાથે કાર્ય કરનારાઓને તમારી સહાય આપ.૬ આમ, થિયોસેકીના મતાનુસાર સિદ્ધિ નહીં પરંતુ માનવહિતની સિદ્ધિને 9 કલ્ચરલ હેરિટેજ ઑફ ઇન્ડિયા, ગ્રંથ-૪ પા. 650