________________ ધમનું ભાવિ કરે, પ્રાધાન્ય આપવામાં આવે છે. થિસોફીના મહત્ત્વના વિચારોનું યથાર્થ નિરૂપણ ડો. એની બેસંટે કર્યું છે. તેની રજુઆત અહીંયાં કરીએ. થિસેફીના મુખ્ય સિદ્ધાઃ એક સત્ય સ્વરૂપ : થિયોસોફી એક એવા પરમતત્વને સ્વીકાર કરે છે જે નિત્ય, સર્વવ્યાપી, સર્વ ધારક, સ્વઅસ્તિત્વમય છે. સમગ્ર સૃષ્ટિ તેમ જ એમાંના છ એ પરમતવમાંથી નીપજે છે, અને સર્વ અસ્તિત્વ એ પરમતત્ત્વમય બની રહે છે. આ પરમતત્વ સૃષ્ટિમાં વ્યાપ્ત હોવા છતાં એનાથી અપર પણ છે બે, પરમતત્વ અને જગત-સંબંધ: પરમતત્વ સૃષ્ટિમાં વ્યાપ્ત છે અને તે સૃષ્ટિમાં લોગોસ (logos) તરીકે અથવા તે શબ્દ તરીકે પ્રત્યક્ષ થાય છે. વિવિધ ધર્મો એને કર્તા, સંચાલક અને સંહારક તરીકે સ્વીકારે છે તેમ જ અનેક નામરૂપે એવી પ્રાર્થના કરે છે. ત્રણ, સાધુસંતો : પરમતત્ત્વના આદેશની સમજ એમની નિકટતમ એવા ઋષિઓ, સાધુઓ અને સંતે તથા પયગંબરો દ્વારા પ્રાપ્ત થાય છે. યુગે યુગે આવા મહાનુભાવે ધર્મ અને નીતિનાં સનાતન સત્યની પુનર્દોષણ કરે છે એને પલટાતા યુગને અનુરૂપ એવા ધર્મ અને નીતિનાં સ્વરૂપે રજૂ કરે છે. આ મહાનુભાવોને બીજા અનેક છ તરફથી સહકાર પ્રાપ્ત થાય છે. આવા માં દેવતાઓને પણ સમાવેશ થાય છે. ચાર, પુનર્જન્મ અને મોક્ષ - સમગ્ર સૃષ્ટિ પરને માનવસમાજ એક એવું ઉત્ક્રાંતિ પામેલું જૂથ છે જેમાં સમાવિષ્ટ પ્રત્યેક માનવીની ઉત્ક્રાંતિની અવસ્થા વિવિધ પ્રકારની છે. જન્મજન્મ, પ્રત્યેક જીવ પિતાને વિકાસ સાધે છે, અને પિતાના વિવિધ અનુભના ભાથાને આધારે પિતાના ચારિત્ર્યનું ઘડતર કરે છે. પોતે કરેલાં કાર્યોનું દુઃખ ભોગવતા એ જન્મોજન્માંતરના ચક્રમાં ફરે છે. જ્યારે પૃથ્વી, સ્વર્ગ અને મધ્યસ્તર અંગેનું એને જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને જ્યારે એ માનવીય પૂર્ણતા પ્રાપ્ત કરે છે, ત્યારે એ પૂર્ણતા પામેલ ન્યાયી માણસેના સહવાસમાં રહે છે અને અન્ય જીને તેમના ઉત્ક્રાંતિ કાર્યમાં સહાયભૂત થવામાં પ્રવૃત્તિમાન બને છે. 97 એજ, પા. 640