________________ ધમનું ભાવિ 410 એના વિકસિત છેવટના સ્વરૂપમાં મૂળ ઇસ્લામધર્મથી કેટલે ભિન્ન થયે છે એ ઉપર થયેલી આ રજૂઆતથી આપણે સમજી શકીએ છીએ. બહાઈમતનું હાર્દ રહસ્યવાદ” છે. આધુનિક યુગમાં પણ આત્માની અનુભવ સિદ્ધ કરવાનો માર્ગ બહાઇમત આપણી સમક્ષ પ્રત્યક્ષ કરે છે. આપણે સૂફી મતની વિચારણામાંથી પણ એ જ નિષ્કર્ષ મેળવ્યો કે માનવીની ધાર્મિક ભાવનાનું ઉર્ધ્વીકરણ એક રહસ્યમય (mystical) અવસ્થામાં જ છે. છેવટે “સ્વ” વિસરીને સમષ્ટિ સાથે એકરૂપ બનવાના આ વિવિધ ધર્મ–સમન્વયના પ્રયાસને એક સમાન સૂર છે અને છતાં ન તે સૂફીમત, ન તે બહાઈમત સાર્વત્રિક સ્વીકાર પામ્યા છે. આમ કેમ થયું એ પ્રશ્ન માને છે. ધર્મના સમન્વયના બીજા પ્રયાસ માટે આવું કેમ થયું એની વિચારણે જે તે પ્રસંગે કરીશું, પરંતુ બહાઈ મતમાં એવું કેમ થયું એને ઉલ્લેખ કરી લઈએ. બહાઈમતનું મોટું દુર્ભાગ્ય વણવતાં હાઈટ૮૫ કહે છે : It is unfortunate that though universal peace and brotherly love occupy so prominent a place in their teachings, the Bahami movement has suffered from considerable inner conflicts between different groups, most often on question of organisation and seat of power and authority. આમ, આવા સમન્વયકારી ધર્મપ્રયાસમાં પણ સંસ્થાકીય વ્યવસ્થા અને સત્તા પ્રવેશે છે એને કે અંજામ આવે એ સ્પષ્ટ થાય છે. ઘ, થિયોસેફી | થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના ઈ. સ. ૧૮૭૫માં ન્યુયોર્કમાં થઈ રશિયન નાગરિકત્વ ધરાવતા મેડમ બ્લેટસ્કી તથા ઈગ્લેંડના એક સમયના લશ્કરી અધિકારી કર્નલ ઓલકોટે થિસોફીને એક પ્રબળ પંથમાં પલટાવવાને મહત્ત્વપૂર્ણ પ્રયાસ કર્યો. “થિયોસોફી”ને અર્થ “બ્રહ્મવિદ્યા” અથવા “દેવીજ્ઞાન” (Divinewisdom) એમ થઈ શકે. કારણ કે "theos" એટલે ઈશ્વર અને "sophia એટલે જ્ઞાન. એવું કહેવાય છે કે આ શબ્દને ઉપયોગ થિયોસોફી સોસાયટીની 5 વ્હાઈટ, આર, ધી બહાઈ રિલિજિયન એન્ડ ઇટસ એનીમી બહાઈ ઓર્ગેનાઈઝેશન, રેપ્લેડ, 1928