________________ ધર્મનું ભાવિ માનવસ્વભાવઃ માનવસ્વભાવનો ખ્યાલ આપતા અબ્દુલ બહા કહે છે : માનવમાં બે સ્વરૂપ છે. એનું આધ્યાત્મિક અથવા ઊર્વ સ્વરૂપ, અને એનું ભૌતિક અથવા નિમ્ન સ્વરૂપ. એકમાં, એ ઈશ્વર સમક્ષ પ્રયાણ કરે છે; બીજામાં, એ માત્ર દુનિયા માટે જીવે છે. માનવમાં આ બંને સ્વરૂપે પ્રત્યક્ષ છે; ભૌતિક સ્વરૂપના આધિપત્યમાં એ જૂઠ, ક્રોધી અને અન્યાયી બને છે. આધ્યાત્મિક સ્વરૂપના આધિપત્યમાં એ નેપાળ, દયાળુ, ભલે, સાચે અને ન્યાયી બને છે. જો માનવનું આધ્યાત્મિક સ્વરૂપ માનવ પર સદાય માટે આધિપત્ય ભોગવે છે તે માનવ સંત છે. જીવનું આવું સ્વરૂપ રજૂ કર્યા પછી બહાઈમતમાં એ જીવના અમરત્વ માટે આમ કહેવાયું છેઃ દૈવી પૂર્ણતા અસીમ છે અને એથી આત્માના વિકાસની તકો પણ અસીમ છે. માનવના જન્મથી જ માનવ આત્માને વિકાસ શરૂ થાય છે. એની બુદ્ધિ ખીલે છે અને જ્ઞાનમાં વધારે થાય છે. જ્યારે દેહ મૃત્યુ પામે છે ત્યારે પણ આત્મા જીવિત રહે છે. આ આત્મા અમર છે. મૃત્યુની એના પર કોઈ સત્તા નથી, આ આત્માને જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી 90 જીવન અનંત હોવા છતાં માનવીની વ્યક્તિગત ચેતના એવી નથી એમ આ મતમાં જણાવવામાં આવ્યું છે અને એની સાથે એમ પણ ભારપૂર્વક કહેવાયું છે કે દૈવીતત્ત્વ સાથે એકત્વ સાધવાથી અમરત્વ પ્રાપ્ત કરી શકાય છે.૮૧ દુઃખ - જીવની દુઃખ અવસ્થા અનિવાર્ય છે એટલું જ નહીં પરંતુ પૂર્ણતાની પ્રાપ્તિ માટે દુઃખ અનિવાર્ય છે એ મત અહીંયાં રજૂ થયો છે. દુઃખ વિશે કહેવાયું છેઃ માનવની કરી બે પ્રકારે થાય છે. એક તો, એના પિતાનાં કર્મોના પરિપાકરૂપે અને બીજું, ઈશ્વરના વફાદાર સેવક હોવાને નાતે જિસસનું દૈહિક દુ:ખ આ બીજા પ્રકારમાં સમાવિષ્ટ છે. દુઃખ અને વેદના અકરમાત આવતા નથી 89 એજ, પા. 88 90 એજ, પા. 59 91 બહાઈ સ્ક્રીપ્સરસ, વિભાગ 614 ધર્મ 27