________________ 415 ધર્મનું ભાવિ છે તે પિતાને એ રીતે જે થાય, તે પુરાણા દાશિનું દર્શન કરીને સમગ્ર માનવજાતનું સાર્વત્રિક શિક્ષણ બની રહે. વિજ્ઞાન અને ધર્મના એક સ્વીકાર્ય સમન્વય તરીકે બહાઈમનને સ્વીકાર અનેક વિચારકેએ કર્યો છે. એમાં હાઈટહેડ જેવા તત્ત્વજ્ઞ વિજ્ઞાનીઓને પણ સમાવેશ થાય છે. બહાઈમતમાં આધુનિક માનવીની એકંદર આકાંક્ષાનો પ પડતે હેત તે બહાઈમનને સ્વીકાર બહુ જ ઝડપી થી જોઈતો હતે. પરંતુ એમ થયું નથી એ હકીક્ત છે. આથી એવું માનવાને કારણે મળે છે કે બહાઈમત બુદ્ધિવાદીઓને અનુકૂળ અને સ્વીકાર્ય બન્યા હોય, પરંતુ એક સામાન્ય માનવીની ધર્મની આકાંક્ષાને એ સંપૂર્ણપણે સંતોષી શક્યો ન હોય. ખરેખર આમ થયું છે કે કેમ એની વિચારણું કરી શકીએ એ માટે બહાઈમતમાં ધર્મના વિવિધ વિષય અંગે કેવી વિચારણા કરવામાં આવી છે એને ખ્યાલ મેળવે જરૂરી છે. ઈશ્વર : બહાઈમતમાં ઈશ્વરને એક અવ્યક્ત, અપૌરુષેય અને છતાંય સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત તત્ત્વ તરીકે સ્વીકારવામાં આવે છે. માનવીની બુદ્ધિ, ઈશ્વરનું સ પૂર્ણ સ્વરૂપ ગ્રહણ કરી શકે એમ નથી, કારણ કે ઈશ્વરના સ્વરૂપમાં એવાં તત્ત્વોને સમાવેશ થયો છે જે માનવબુદ્ધિને ગ્રાહ્ય બની શકે એમ નથી. ઈશ્વરના સ્વરૂપનો ખ્યાલ આપતાં બહાઈમતના અનુયાયી હેલીપ કહે છે : ઇશ્વર પ્રેમ અને શાંતિ છે. ઈશ્વર સત્ય છે. એ પરમજ્ઞાની છે. એની શરૂઆત નથી, નથી એનો અંતઃ એની ઉત્પત્તિ થઈ નથી. એ ઉત્પત્તિ કર્તા નથી. તેયે એ બધાનું મૂળ છે અને અકર્તા કારણ છે. ઈશ્વર પવિત્ર તત્ત્વ છે અને એ કોઈપણ સ્થળે કે દરેક સ્થળે સીમિત છે એમ કહી શકાય નહીં. ઈશ્વર અનંત છે. એથી મર્યાદિત શબ્દો દ્વારા ઈશ્વરના સ્વરૂપનું વર્ણન ન થઈ શકે. આમ છતાં, માનવીની પ્રબળ ઈચ્છા ઈશ્વરને અક્ષરદેહે પ્રગટ કરવાની રહી છે એથી એ એને પ્રેમ, સત્ય જેવા શબ્દોથી નવાજે છે, કારણ કે એના મર્યાદિત અનુભવમાં આ શબ્દો ઉચ્ચ કક્ષાનાં ઉમદા ત છે. જોકે ઈશ્વર કંઈ સર્જતે નથી તોયે ઈશ્વરનું પ્રથમ તત્ત્વ “પ્રેમ', સર્જનાત્મક સિદ્ધાંત છે. પ્રેમ ઈશ્વરમાંથી નિષ્પન્ન થાય છે અને એ પવિત્ર તત્ત્વ છે. અને આગળ ચાલતા હોલી કહે છે : 85 હેલી, એચ. જે બહાઈ સ્ક્રીગરસ, ન્યુયોર્ક, 1924, વિભાગ 609