________________ ધર્મનું ભાવિ 413H એ હતી કે કુરાન વાક્યને બ્રહ્મવાક્ય તરીકે રવીકારી શકાય નહિ. એવો મત એમણે પ્રસ્થાપિત કર્યો. બાબતે થયેલ જ્ઞાનને આધારે એક નવા પુસ્તકની રચના થઈ અને બાબના કાર્યની સાત સાબિતી’ની કુરાનની સમકક્ષ પુસ્તક તરીકે ગણના થવા માંડી. બાબના મત અનુસાર કોઈપણ સંદેશ છેવટના સંદેશ સમાન નથી. જ્યારે પણ જમાનાની નવીન જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે એક નવા પયગંબર પધારે છે. એમને ઈસ્લામધર્મના અનુયાયીઓ તરફથી ઘણું દુઃખ દેવામાં આવ્યું અને ૧૮૫૦માં એમને વધ કરવામાં આવ્યો. બહાઈ મતના સ્થાપક તરીકે એમનું સ્થાન મહત્વનું છે. બાબના મૃત્યુ પછી બહા-ઉલ્લાએ એમના અનુયાયીઓનું નેતૃત્વ લીધું. એમણે જાહેર કર્યું કે બાબ તો માત્ર દ્વાર જ હતા, પરંતુ પ્રભુ મારી સમક્ષ પ્રત્યક્ષ થશે અને એમના નામ પરથી બાબીમત બહાઈમત બન્યું. બાબીમતમાં ઈલામની અસર સંપૂર્ણપણે વર્તાય છે. કોઈપણ નવી ધાર્મિક ચળવળની શરૂઆતમાં આમ હોવું કદાચ અનિવાર્ય પણ બને. પરંતુ બહાઈમતમાં ઇસ્લામનું કોઈ બંધન નથી. એ એકધમીં ન બનતા સાર્વત્રિક બને છે. બહા ઉલ્યા પછી એમનું સ્થાન અબ્દુલ બહાએ લીધું, અને એ ત્રણેને. ઉલ્લેખ ત્રિસ્વરૂપ તરીકે કરવામાં આવે છે. 78 બહાઈમ વિશે જુદા જુદા વિચારકોએ રજૂ કરેલ વિચારને અનુલક્ષીને એના સ્વરૂપને ખ્યાલ આપણે પામી શકીશું. સ્ક્રીન કહે છે: 80 માનવજાતની એકતા અને ધર્મોની મૂળભૂત એકતાનું જ્ઞાન એ ઈશ્વરની આધુનિક સુસંસ્કૃત સમાજને દેણ છે.” પ્રત્યેક પયગંબરે ઉપદેશેલ સિદ્ધાંત એકસમાન છે. એમનામાં ભેદ નથી.” “સારા ભ્રાતૃત્વ માટે જ બધા ધર્મો પ્રબોધાયા છે. બધા જ ધર્મોના મૂળભૂત પાયામાં છે : બરાબરી, એકતા અને પ્રેમ.” બહાઈમતમાં પુરહિત નથી, કારણ કે વિધિ-પ્રણાલીથી જાતિભાવના નીપજે છે અને એને પરિણામે આધ્યાત્મિક (spiritual) અને અઆધ્યાત્મિક યા બીનધમી (secular)ની વચ્ચે આધિપત્ય માટે સંઘર્ષ થાય છે. તાત્વિક માન્યતાઓ પર કે એના બાહ્ય સ્વરૂપ સમાન વિધિઓ પર બહાઈમત જરાયે ભાર મૂકતા નથી.” 78 બહાઈ, હોલી, એચ : ધી રિપરિટ ઓફ ધી એજ, ન્યુયોર્ક, 1921, પા૪ 80 સ્ક્રીન, એફ. એચ : બહાઈઝમ, ધી રિલિજ્યિ એફ બ્રધરહુડ એન્ડ ઇટ્સ લેસ ઈન ધી ઈલ્યુશન ઑફ ધી ક્રીડ, લંડન, 1919 પા. 57