________________ 412 ધર્મોનું તુલનાત્મક અધ્યયન એ જ પ્રમાણે નર્ક અને સ્વર્ગની વિચારણાની સમજણ આપતાં ફેટસ - આમ કહે છે : 08 મનમાં દુષ્ટ વિચારો અને આશય પ્રબળ બને અને વાસનાઓને - ભોગ બનાય તથા અહિક પ્રવૃત્તિઓને પ્રાધાન્ય અપાય એ જ નક. એ અવસ્થામાં માનવી પ્રભુ વિમૂખ બને છે અને પિતાનાં અજ્ઞાનને કારણે દુઃખી થાય છે. એમાંથી મુક્તિ એ જ વર્ગ. પ્રેમ, દયા અને સત્કર્મોથી માનવી ઈશ્વર સાથેનું એકત્વ સ્થાપે એ જ મુકિત-એ જ સ્વર્ગ પ્રાપ્તિ. આવા પ્રયત્ન માત્ર બાઈ મતવાદીઓમાં જ જોવા મળે છે એવું નથી. કેટલાયે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ તેમ જ હિંદુધર્મના અનુયાયીઓ તેમનાં શાસ્ત્રોમાં અપાયેલા બોધોને રૂપક તરીકે ઘટાવીને તે રીતે સમજાવવા પ્રયાસ કરે છે. રામાયણ અને મહાભારત જેવાં પુરાણોને ગાંધીજીએ પણ રૂપ તરીકે જ આવકાર્યા હતા. આટલું જ નહિ પરંતુ હિંદુધર્મના અનેક સંતપુરુષોએ હિંદુ ધર્મશાસ્ત્રોમાં રજૂ થયેલ વિવિધ ખ્યાલનું આધ્યાત્મિક અર્થઘટન આપવાને ખાસ પ્રયત્ન પણ કર્યો છે. બહાઈમની શરૂઆત ૧૯મી સદીમાં પશિંયામાં “બાબ” નામના માણસે ચાલુ કરેલી ચળવળમાંથી થઈ હતી. એમણે જે બોધ આવે એને શરૂઆતમાં * બાબીવાદ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. મુસલમાનોના શીયા સંપ્રદાયના - બાર ઇમામોના બોધ પર આ મત સ્થપાય હતે. શીયામતની એવી માન્યતા છે કે બારમા ઈમામ સદાય જીવંત છે અને જ્યારે પણ જરૂર પડશે ત્યારે ઈસલામધર્મને એના મૂળ પવિત્ર સ્વરૂપમાં ફરી પ્રસ્થાપિત કરશે. આપણે આગળ જોયું છે કે ઈસ્લામધર્મમાં અવતારવાદને ખ્યાલ સ્વીકારવામાં આવ્યો નથી. હિંદુધર્મમાં અવતારવાદને ખ્યાલ છે. લગભગ તેવો જ ખ્યાલ શીયા - સંપ્રદાયમાં પ્રચલિત છે. ઈ. સ. ૧૮૪૪માં મીરઝા અલી મહમદ જેને બાબ તરીકે ઓળખવામાં આવે છે, તેઓએ પિતે “બાબ” છે એમ જાહેર કર્યું. બાબને અર્થ થાય છે દ્વાર. એથી - અદ્રશ્ય ઇમામ એમની મારફતે માનને સંદેશ આપે છે એમ એમના કથનને : અર્થ હતો. એમને અનેક અનુયાયીઓ પ્રાપ્ત થયા. આ ચળવળની એક વિશિષ્ટતા - 78 ફેટસ ઈઃ અબ્બાસ ઝુંડી, હીઝ લાઈફ એન્ડ ટીચિંગ–ન્યુયોર્ક, 1912, પા. 28