________________ ધર્મનું ભાવિ 411: જાતિજાતિ વચ્ચે, પ્રજા-પ્રજા વચ્ચે, તેમ જ વિવિધ ધર્મ અનુયાયી જૂથ વચ્ચે એકત્રીકરણના જે માર્ગો ધર્મના ઇતિહાસમાં જોવા મળે છે તે મુખ્યત્વે ત્રણ છે. મનામણી (persuasion), બળજબરી (persecution ) અને વટલાવ. (proselytization). જે જે ધર્મોએ પોતાના પ્રદેશ વિસ્તારવા પ્રયાસ કર્યો તે. ધર્મોએ આ ત્રણ પૈકીના એક કે વધારે કે બધા જ માર્ગોને ઉપયોગ કર્યો છે. મનામણીને માર્ગ શાંત અને સૌમ્ય હોય છે, જ્યારે બળજબરીને માર્ગ હિંસક અને આક્રમક હોય છે. વટલાવને માર્ગ હકીકતમાં તે કાયરપણાની જ નિશાની છે. બહાઈ ધર્મમાં જે એકત્રીકરણની વાત છે એ ધાર્મિક એકત્રીકરણ ધર્મ રૂપાંતરથી નહીં, અને તેથી ધર્મરૂપાંતરના આ ત્રણેય માર્ગોમાંથી એકેય દ્વારા નહીં, પરંતુ એ ધાર્મિક એકત્વ ભાવાત્મક પ્રકારનું છે એમ કહેવામાં બહાઈમતની વિશિષ્ટતા રહેલી છે. આમ બહાઈમત રવીકારવાને માટે કોઈએ પણ પિતાનો ધર્મ છોડવાની જરૂર નથી.૭૬ પિતે જે ધર્મમાં જન્મ્યા હોય અને ઉછર્યા હોય એ ધર્મની જ માન્યતા ચાલુ રાખવા છતાં બહાઈમતનો સ્વીકાર કરી શકાય છે. આમ કઈ રીતે થઈ શકે ? એ વિશે બહાઈ મતનું કહેવું છે કે પિતાના જ ધર્મમાં એવાં જે તે જોવામાં આવે તેની યોગ્ય રીતની સમજ આપીને આમ. કરી શકાય આથી પિતાના ધર્મના ધર્મ-ખ્યા અને વિધિઓને રૂપક તરીકે સમજાવવા જોઈએ. આવી સમજણના એક-બે દાખલાઓ અહીં રજૂ કરીએ. ઉપવાસની વિધિ અનેક ધર્મોમાં છે. ઇસ્લામધર્મમાં પણ એનું સ્થાન છે. ઉપવાસની સમજ આપતા સેહરાબ કહે છે :7 સાચે ઉપવાસ તે અહમના આદેશાનુસારની વાસનાઓના ઉપભોગથી અલિપ્ત રહેવામાં છે. સાચે ઉપવાસ તે જ છે જે માનવીના અહમને નાશ કરી એનું અંતઃકરણ પવિત્ર કરે; દૈહિક વાસનાઓને સ્થાને આધ્યાત્મિક જાતિનું સ્થાપન કરે; અને માનવીના નૈતિક ઘડતરને પવિત્ર કરી પ્રભુપ્રેમને પાવનકારી અગ્નિ પ્રજવલિત કરી જીવનમાંથી અજ્ઞાનતા અને ઉશ્કેરાટ દૂર કરી એને નમ્રતાથી. સભર કરે. 76 વિડજેરી, એ. જી : લિવિંગ રિલિજિયન્સ એન્ડ મોડર્ન થોટ, ન્યુયોર્ક, 1936, પા. 219 77 સેહરાબ એમ. એ, અબ્દુલ બહા ઈન ઇજિપ્ત, ન્યુયોર્ક, 1929, પા. 148.