________________ -14 ધર્મોનું તુલનાત્મક અધ્યયન બહાઈમતની સમજૂતી આપતા હેલી 81 કહે છે : બહાઈ ચળવળ તે આજના યુગના હાર્દ સમાન છે.” બાઇમત વિશે પોતાને વિચાર રજૂ કરતાં બહાઈટહેડ૮૨ કહે છે : પિતાના પહેલાં થઈ ગયેલા વિવિધ ધર્મોમાં પ્રબંધાયેલ બોધને બહાઈમત અનુમોદન આપે છે અને પૂર્ણ કરે છે, અને સાથે જ દૈવિક સામંજસ્ય અને - શાંતિ સ્થાપવા માટેની આધુનિક માનવસમાજની આધ્યાત્મિક જરૂરિયાતને પિષે એવી વ્યવહારુ તાત્ત્વિક વિચારણા આપે છે. બહમત વિશે ઉપર રજૂ કરેલા વિવિધ વિચારે ઉપરથી એવું તારણ દેરી શકાય કે આધુનિક યુગને માટે બહાઈમત અનુકૂળ અને રવીકાર્ય છે. ધર્મ અને વિજ્ઞાન બે એકમેકના વિરોધી નહીં પરંતુ પૂરક છે, અને તેથી એ બંને વચ્ચે સમન્વય સાધી શકાય છે એ આપણે બહાઈમતમાંથી જોઈ શકીએ છીએ. ધર્મને ઉચ્ચતર સ્વરૂપને માટે સંસ્કૃતિ અને વિજ્ઞાન અનિવાર્ય છે અને એથી એ બંને ધર્મની સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હોવા જોઈએ. ધર્મ અને વિજ્ઞાનના આ ઘનિષ્ટ સંબંધની રજૂઆત કરતા ગાર્ડનર૮૩ કહે છે : - ધર્મ અને વિજ્ઞાનની બે પાંખ ઉપર માનવીની બુદ્ધિ ઉશ્યન કરીને માનવ આત્માની ઉચ્ચતર કક્ષાઓ હાંસલ કરે છે. માત્ર એક જ પાંખથી ઊડવું શક્ય નથી. જે માનવ માત્ર ધર્મની પાંખ ઉપર જ ઊડવાનો પ્રયાસ કરે તે એ વહેમના વમળમાં અટવાઈ જાય, અને જો એ માત્ર વિજ્ઞાનની પાંખ ઉપર જ ઉડવાને પ્રયાસ કરે છે એ નર્યા ભૌતિકવાદની ગર્તામાં સરી પડે. વિજ્ઞાન અને ધર્મના આવા સમન્વય વિશે હેલી કહે છે: 84 સૃષ્ટિની સમગ્ર વસ્તુઓમાં દેવતવનાં દર્શન કરવાં જેથી એક નાનું રજકણું પણ મહાન સૂર્ય સમાન બની રહે, જેથી સામાન્ય પથ્થર પણ મહત્ત્વપૂર્ણ બને, એ અગત્યનું છે. અનંત ઉત્ક્રાંતિની પ્રક્રિયાને પરિણામે જડતવ માનવમંદિરની સેવાર્થે પ્રાપ્ત થયું છે એની સિદ્ધિ, અને એમ થતાં, માનવ જે રવયં પૂર્ણતાનો એક અલ્પાંશ 81 એજ, પા. 71 82 વહાઈટહેડ એ. એન : સાયન્સ એન્ડ મેડન વલ્ડ, પા. ર૭૪-૭૫ 83 ગાર્ડનર, પી: મેડનીંટી એન્ડ ચચીંઝ, લંડન, 1909, પા. 229 84 એજ, પા. 111