________________ 410 ધર્મોનું તુલનાત્મક અધ્યયન આવિષ્કારિત કરી, વિશ્વતત્ત્વ, માનવના માધ્યમ દ્વારા, પિતાના વ-વરૂપમાં વળે છે. અથવા તે, ઈશ્વર અને માનવ એક સંપૂર્ણ માનવીમાં એકત્વ પ્રાપ્ત કરે છે– એવો માનવે જે પયગંબર કે સંત છે અને જેનું, માનવ અને ઈશ્વર વચ્ચેના મધ્યસ્થીનું કાર્ય, વિશ્વતત્ત્વના સત અને આભાસના સમન્વયકારી કાર્ય સમાન છે. આમ, વિશ્વતત્ત્વની માનવમાં આવિષ્કાર પામવાની ઉર્ધ્વગામી પ્રક્રિયા અને વળી પાછા એ જ તમાં વિલીન થવાની પ્રક્રિયા આત્માના એકત્વના અનુભવમાં પ્રત્યક્ષ થાય છે. આ ઉપરાંત સૂફીમતમાં ખુરશીદ અથવા પીરને સ્વીકાર કરવામાં આવે છે. સંતને માનની લાગણીથી અવલોકવામાં આવે છે તેમ જ એમના સ્થાનકે એ યાત્રા કરવાનું પણ સૂચવવામાં આવે છે. ઉપસંહાર : આમ, આપણે એ જોઈ શકીશું કે સૂફીમત એક રહસ્યવાદી મત છે. જીવબ્રહ્મના એકત્વને પ્રાધાન્ય આપીને એ મત માનવના અંતિમ દેવી અંશનો સ્વીકાર કરે છે. ધાર્મિક અનુભવનું હાર્દ છવ–શિવ એકત્વમાં સમાયાનું સૂફીમત કહે છે. જે ધાર્મિક અનુભવ કોઈપણ એક વ્યક્તિ માટે શક્ય છે એ સર્વને માટે પણ શકય બની શકે છે. આ અલૌકિક ધાર્મિક અનુભવ ધર્મના વાડા કે મર્યાદાઓને સ્વીકાર કરતા નથી અને આ અલૌકિક અનુભવ મર્યાદિત વ્યક્તિ કે જૂથને માટે જ છે એને પણ સૂફીમત ભારપૂર્વક ઇન્કાર કરે છે. એના વિકસેલા રૂપમાં સૂફીમતને કોઈ પણ એક નિશ્ચિત ધર્મ સાથે સાંકળી શકાય એમ નથી બલ્ક, એ મતને ધાર્મિક અનુભવના સમાનપણની રજૂઆતને કારણે ધર્મ સમન્વયનાં દર્શન થઈ શકે છે ગ, બહાઈમતઃ ધર્મ સમન્વયના વિવિધ પ્રયાસોમાં બહાઈમતનું પણ અગત્યનું સ્થાન છે આ મતનો ઉદ્દેશ રજૂ કરતાં રમી કહે છે : બહાઈ દર્શનને ઉદ્દેશ સર્વ લોકેનું ધાર્મિક એકત્વ પ્રાપ્ત કરવાનું છે.૪ બધા લેકેનું ધાર્મિક એકત્રીકરણ ત્યારે જ થઈ શકે જ્યારે “જાતિઓનું એકત્રીકરણ થાય.”૭૫ 74 રેમી, સી. એમ: ધી યુનિવર્સલ કેન્સીયસનેસ ઓફ ધી બહાઈ રિલિજિયન, ઈટાલી, 1925, પા. 12 75 મીની, ટી. કેઃ ધી રીકન્સીલીયેશન ઓફ રેસીસ એન્ડ રિલિજિયન, લંડન. 1914, પ્રોફેસમાંથી