________________ 408 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પ્રાપ્તિ, સાધનાનું એ પગચિયું છે, જેના પરથી માત્ર એક ક્લાંગ મારી સાધક સિદ્ધિનું શિખર પ્રાપ્ત કરી શકે છે. હ, પ્રભુએકત્વ : આ તબકકે જીવની સમક્ષ પ્રભુ પ્રત્યક્ષ થાય છે અને જીવની ત સમષ્ટિની તમાં વિલીન થાય છે. જીવનું વ્યક્તિત્વ સમાપ્ત થઈ સમષ્ટિમય બની જાય છે. જીવ અને શિવનું એકત્વ છવને આ તબકકે પ્રત્યક્ષ થાય છે. હિંદુધર્મની ચર્ચા કરતી વખતે આપણે જીવનમુક્તની અવસ્થાની જે વિચારણા કરી છે તેની સાથે આ અવસ્થાને સરખાવી શકાય. પ્રભુપ્રાપ્તિના માર્ગે જીવે જેમ ઉત્ક્રાંતિ સાધવાની છે તેમ પરમત પણ જીવના મિલનને માટે અવક્રાંતિ કરવાની રહે છે. જીવની ઉત્ક્રાંતિ અને પરમતત્ત્વની અવક્રાંતિમાંથી સૂફીવાદી રહસ્યમય અનુભવ પ્રાપ્ત થાય છે. ઉત્ક્રાંતિ અને અવક્રાંતિની આ પ્રક્રિયાઓ શ્રી અરવિંદ ઘોષના દર્શનમાં સ્પષ્ટ રીતે આલેખાયેલ છે. એમની આ રજૂઆત નીચે આપેલા કોઠા ઉપરથી સ્પષ્ટ થશે. શ્રી અરવિંદ અનુસાર ઉત્ક્રાંતિ-અવક્રાંતિ પ્રક્રિયાઃ