________________ 406 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પ્રિમ નીપજે છે અને પૂર્ણ પ્રેમમાંથી પૂર્ણ આનંદાવસ્થા પ્રાપ્ત થાય છે. સૌદર્યને માટેની આકાંક્ષા, જીવ અને શિવની વચ્ચેના તાદામ્યની ઝંખનાના માર્ગ સમાન છે. સૂફીમતના વિકાસ વિશે એવલીલ અંડરહીલ કહે છે : રબીઆ (૭૧૭૮૩૧)ના પ્રભાવશાળી વ્યક્તિત્વમાં રજૂ થઈ, શહીદ-અલ-હલર (મજુર) (922) દ્વારા સંચલિત થયેલ, મુસ્લિમ રહસ્યવાદ, અલ ગઝાલી (1055-1111) ના “એકરારમાં સાહિત્યિક સ્વરૂપ પામે છે. અને એને પ્રશિષ્ટ સમય ૧૩મી સદીમાં પ્રાપ્ત કરે છે, જ્યારે રહયવાદી કવિઓ અત્તર (1140-1234), શાદી અને સંત જલાલુદ્દીન (1207-1273) એનું સિંચન કરે છે. આ મુરલીમ રહસ્યવાદ ૧૪મી સદીમાં હાફીઝ (1300-1388) અને એના ૧૫મી સદીના અનુગામી કવિ ગામી (૧૪૧૪-૧૪૯૨)માં પ્રેમલક્ષણા સ્વરૂપે પ્રાપ્ત કરે છે. એની આ વિકાસ તવારીખમાં મુસ્લિમ રહસ્યવાદ, ઇસ્લામની મૂળ ભાવનાને અનુરૂપ નહિ એવાં કેટલાંક તો સમાવે છે, અને આથી મહમદ પ્રબોધેલા અલ્લાહના ખ્યાલ, જીવન માર્ગ અને અલ્લાહ અને માનવના સંબંધ વિશેના ઇલામી મૂળ વિચારોથી આ રહસ્યવાદી વિચારધારા અલગ પડે છે. આમ છતાં, એટલું તે સ્વીકારવું જ રહ્યું કે આવા અંશને પિતામાં સમાવિષ્ટ કરવા છતાં, મુરિલમ રહસ્યવાદે ઈસ્લામમાં એક આગવું સ્થાન જાળવ્યું છે. પ્રભુપ્રાપ્તિનાં સોપાને ઈશ્વર સાથેના તાદાભ્યતાના અનુભવ ઉપર સૂફીમતને પ્રેમ છે એ આપણે આગળ જોયું. પ્રભુપ્રાપ્તિના આધ્યાત્મિક માર્ગ પરને પથિક પિતાનું ધ્યેય પ્રાપ્ત કરે એ માટે કેટલાંક મહત્વનાં સોપાનો સૂફીમતમાં આલેખવામાં આવ્યાં છે વિવિધ ધર્મોમાં રજૂ થયેલ સાધનાના માર્ગોની સાથે સૂફીમતનાં આ સોપાનો સરખાવી શકાય. આવાં સાત સોપાન રજૂ કરવામાં આવે છે. 1. પ્રભુસેવા : ઈશ્વરની સેવા એ પ્રભુપ્રાપ્તિના માર્ગનું પ્રથમ પગથિયું છે. આ તબકકે છવ પિતાના દુકૃત્ય માટે પ્રાયશ્ચિત્ત કરે છે અને એમ કરી પોતાના આત્માની પવિત્રતા પ્રાપ્ત કરે છે. આત્મશુદ્ધિ વિના પ્રભુપ્રાપ્તિ શકય નથી એ અહીંયાં ભારપૂર્વક સૂચવાયું છે. 2, પ્રભુપ્રેમ : આત્મશુદ્ધિ કર્યા બાદ જીવને દુન્યવી કઈ વસ્તુમાં મમતા કે મોહ હેતે નથી અને ઈશ્વરપ્રાપ્તિની એકમાત્ર ઝંખના એને રહે છે. પ્રભુની સેવા દ્વારા એને નેહ,