________________ ધમનું ભાવિ 407 પ્રાપ્ત કરવા એ પ્રયત્નશીલ રહે છે. પ્રભુના વિયોગથી એ દુખી થાય છે અને સર્વત્ર ઈશ્વરના દર્શનને માટે ઝંખે છે. દુન્યવી સર્વને ત્યાગીને પ્રભુપ્રેમમાં એ મગ્ન બને છે અને ઈશ્વરના ગુણોના સર્વસ્થાને પ્રત્યક્ષ દર્શન કરતા એ એને પામવા પ્રયત્નશીલ રહે છે. દુન્વયી તૃષ્ણા ત્યાગીને એ એક પ્રકારની ફકીરી સ્વીકારે છે અને એમ કરી પ્રભુની પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે કેશિશ કરે છે. 3. સર્વત્યાગ : પ્રભુસેવા અને પ્રભુપ્રેમનાં સોપાને વટાવી જીવ એક એવી કક્ષાએ આવે છે જ્યારે આત્મ–પવિત્રતાની પ્રાપ્તિને કારણે પ્રભુપ્રાપ્તિના માર્ગે જીવ આગળ વધે છે. આ તબકકે એને સર્વ કંઈ પ્રભુમય લાગે છે અને એના સિવાય અન્ય કંઈનું અસ્તિત્વ નથી એ અનુભવ એને થાય છે. 4. જ્ઞાનાવસ્થા : સાધનાના આ તબકકે જીવને જ્ઞાનપ્રાપ્તિ થાય છે અને તે ઈશ્વરના રવરૂપ અને ગુણ વિશે ચિંતન કરે છે. આ ચિંતન દ્વારા એ પિતાનું હૃદય ઈશ્વરને સમર્પિત કરે છે. અને પિતાના મનની સર્વ વૃત્તિઓ સંકેલીને ઈશ્વરના વિચારમાં નિમગ્ન બને છે. ૫દેવીએકત્વનું રૂપ : આ તબક્કે ઈશ્વરમાં ધ્યાનમગ્ન બનેલ છવ ઈશ્વરના જપમાં મગ્ન બને છે. વ્યક્તિ, વ્યક્તિ મટીને સમષ્ટિ બને છે; જીવ, જીવ મટીને શિવ બને છે; અને જીવ-શિવને ભેદ મટતાં આધ્યાત્મિક એકત્વનો અનુભવ પ્રત્યક્ષ થાય છે. આ તબકકે સઘળી સ્વાર્થોધતા નાશ પામે છે. કારણકે સ્વાર્થધતા સિવાયનું અન્ય નક કોઈ નથી અને જીવ આમસમર્પણભાવ અનુભવે છે. કારણકે એના સમાન કેઈ સ્વર્ગ નથી. 6. સમીપત્વ : અલૌકિક દેવીએકત્વના આ અનુભવમાં પણ છવ ઇશ્વર સાથેના એકત્રનો અનુભા કરવા છતાં ઈશ્વર એની સમીપ નથી. પરંતુ આ કક્ષાએ જીવ પિતાનું પિતાપણું વિસારી, પિતાને જ ઈશ્વર સ્વરૂપે જુએ છે. એના સ્વાથી પણાની ધૂમ્રસેર એનાથી જુદી પડી જવ તિસ્વરૂપે પ્રકાશે છે. જીવની આ જ્યોતિ સ્વરૂપની