________________ ધર્મનું ભાવિ 405 જ્ઞાન પ્રાપ્ત કરવું આવશ્યક છે, અને તેમ છતાં માત્ર બુદ્ધિથી જ ઈશ્વરનું સ્વરૂપ ન તે જાણી શકાય, ન તે અનુભવી શકાય. એ માટે તો ઈશ્વરીક પાની અને ઈશ્વરી સહાયની આવશ્યક્તા રહે છે. સૂફીમતને અતિહાસિક વિકાસ સૂફીમતની વિશિષ્ટતાઓ ઇસ્લામધર્મની ઉત્પત્તિની સાથે સાથે દષ્ટિગોચર થવા છતાં એને ખરો અતિહાસિક વિકાસ ઈ. સ.ની ૮મી સદીના ઉત્તરાર્ધમાં થયેલા માલૂમ પડે છે. આ સમયે સર્વેશ્વરવાદથિયેસોફી, ઈશ્વરવાદ તથા દૈવીએક્ત ભાવના જેવા 'બિનમુસ્લિમ અંશે સૂફીમાના મૂળ વિચારમાં ભળ્યા. આથી સફીમતને વિકાસ થયો અને સાથે જ એનો ફેલાવો પણ થયે. આ તબકકે સફીમતના વિકાસમાં મહત્વનો ફાળો મંસુર તથા ઈમામ ગઝાલીએ આપે. મંસુરના સર્વેશ્વરવાદના વિચારોને પરિણામે મુસ્લિમો સૂફીઓને પિતાનાથી અલગ ગણતા. ઇમામૈ–અલ–ગઝાલીએ સફીમતનું ઇસ્લામમાં સ્થાન નિશ્ચિત કર્યું. ઇસ્લામના પ્રખર ઈશ્વરવાદી તરીકે ગઝાલીને રવીકાર થાય છે. ગઝાલીએ ઈશ્વરના સ્વરૂપને તથા ઈવર સાથેના એકત્રને જુદી રીતે રજૂ કર્યો. ઈશ્વરમાં લીનતા અને એની સાથેના એકત્વ તરીકે નહીં, પરંતુ ખ્રિસ્તી મતાનુસાર એકત્વને એમણે સ્વીકાર્યું. એમના મતાનુસાર “હિદ” એટલે એકત્વ અને “વક હુલ’ એટલે વિશ્વાસ અને શ્રદ્ધા. એ બંને એકમેકની સાથે અનિવાર્યપણે સંકળાયેલા છે. આ રીતે ગઝાલી કેટલાક નૈતિક અને આધ્યાત્મિક વિચારોના પ્રણેતા બન્યા છે. સૂફીમતને શ્રેષ્ઠતમ સમય ઈ. સ. ની ૧૩મી સદીથી શરૂ થાય છે. આ સમયના મહત્વના સૂફીમત પ્રચારક તરીકે ફરીદુદ્દીન અત્તર, જલાલુદ્દીન રૂમી, શેખ સાદિક અને સામીનો ઉલ્લેખ કરી શકાય. આ વિચારના વિચારોની અસર ઈસ્લામ પર પ્રબળ રીતે રહી છે. આ સમયમાં સૂફીમને જે સ્થાન પ્રાપ્ત કર્યું હતું એને ખ્યાલ ગામી વિશેના આ કથનમાંથી આવે છે : “પશિયાના રહસ્યવાદી અને સર્વેશ્વરવાદી વિચારનું ગામીમાં બહુ સ્પષ્ટ અને સંપૂર્ણપણે નિરૂપણ થયું છે. ગામીએ વિસાવેલ અંતિમ તત્ત્વને અનંત સૌંદર્ય તરીકેને ખ્યાલ સવિશેષ ધ્યાન ખેંચે છે. ગામના મતાનુસાર ઈવર અનંત સૌંદર્ય છે અને એ સૌંદર્યના પ્રત્યક્ષીકરણ માટે જ સૃષ્ટિનું સર્જન થયું છે. સૌંદર્યમાંથી અનેક જન્મે છે અને સ્નેહમાંથી આનંદ-પ્રાપ્તિના માર્ગે જઈ શકાય છે. એ આનંદમાં બધા જ ભેદ ઓગળી જાય છે. પ્રેમી અને પ્રેમિકા એક બને છે. સંપૂર્ણ સૌંદર્યમાંથી પૂર્ણ