________________ ધમનું ભાવિ 403 મનિચીયાનીઝમની વધુ માહિતી પ્રો. બેકટે આપેલાં ડોનેલા ભાષણોમાંથી પ્રાપ્ત થાય છે. એમના મનિચીયાનીઝમના તથા વિજ્ઞાનવાદ ઉપર આપેલાં ભાષણો આ વિચારધારા વિશે ઘણી માહિતી આપે છે. એલબરી અને પિલોટWીના સંપાદનમાં પ્રાપ્ત થયેલ ટન તથા ઇજિપ્તના અન્ય સ્થાનોમાં શોધાયેલા દસ્તાવેજો પરથી મનીના ઉપદેશ વિશેનું આપણું જ્ઞાન વધુ સમૃદ્ધ બન્યું છે. પ્રોફેસર અર્નસ પચે પેરિસમાં કરેલું મનિચીયાનીઝમ પરનું કામ ઈ. સ. 1945 પછી આ ધર્મ ઉપરનું મહત્વપૂર્ણ કાર્ય છે. આ જગતમાં મનિચીન ધર્મ અનુયાયીઓ આજે કયાંય હેય એવું જાણમાં નથી,૭૨ ખ. સૂફીમત: સામાન્યતઃ એવી માન્યતા પ્રવર્તે છે કે સૂફમતને ઉદ્ભવ ઈસ્લામના સ્થાપક મહમદના કથનમાંથી થયો છે. આવી માન્યતા ધરાવનારા એવું પણ માને છે કે મહમદને જ્યારે અલ્લાહનો પયગામ મળે ત્યારે તે બે સ્વરૂપે પ્રાપ્ત થયો હતો. એમાંના એક સ્વરૂપનું દર્શન કુરાનમાં જે બોધ સમાયેલ છે તેમાં પ્રાપ્ત થાય છે અને બીજો એમના હૃદયમાં જે સંદેશ પ્રાપ્ત થયેલ હતો એમાં સમાવિષ્ટ થાય છે. સૂફીમતના બીજ મહમદનાં કથનમાં અને કુરાનમાં હોવાનું આ એક વર્ગ માને છે, તે બીજા કેટલાક વિચારકે આ મતના મૂળ ભારતીય રહયવાદમાં જુએ છે અને સૂફીમતના વિકાસને એને અનુલક્ષીને સમજાવવાનો પ્રયાસ કરે છે. સૂફી” શબ્દના વિવિધ અર્થો પ્રાપ્ત છે. “સૂફા” એટલે પવિત્રમાંથી “સૂફી શબ્દ પ્રાપ્ત થયો છે એમ કેટલાક માને છે. બીજા કેટલાક એની ઉત્પત્તિ “આસાબસ”. માંથી થયાનું માને છે. બીજા કેટલાક વળી એમ માને છે કે આ શબ્દની ઉત્પત્તિ ઇસ્લામના શરૂઆતના દિવસોમાં જે ફકીરો ગરીબી અને દુન્યવી ત્યાગના પ્રતીકરૂપે ઊનનાં વસ્ર વાપરતાં એમાંથી થઈ છે. સૂફી શબ્દને આ અર્થે ઉપરાંત સૂફીમતને સમજવા માટે અબુસૈયદે સૂફીમતની આપેલ વિવિધ વ્યાખ્યાઓ રજૂ કરવી ઠીક રહેશે. એક, જે તમારા હાથમાં છે તેને ત્યાગે, જે તમારા મગજમાં છે એને વિસરશે, અને તમારા પર જે કંઈ ગુજરે એની સામે વિરોધ ન દર્શા. બે, સૂફીમત બે મહત્ત્વની બાબત છે–એક દિશામાં અવલોકન કરવું અને એક માર્ગે જીવન વ્યતીત કરવું. 72 મુંકે, એ, સીઃ કમ્પરેટીવ રિલિજિયનમાં પા. 290-91 પર આપેલ નોંધ પરથી 173 ગ્લીસ્પેસીસ ઓફ વર્લ્ડ રિલિજિયન્સ જયકે, પા. 257