________________ 401 ધમનું ભાવિ આપણે ઉપર જોયું એ સ્વરૂપના સામ્યવાદમાં વ્યક્તિ કેન્દ્રસ્થાને નથી પરંતુ રાજકીય જૂથ એ જ કેન્દ્રસ્થાને છે. વ્યક્તિની મહત્તા નથી, મહત્તા સત્તાધારી જૂથની છે. કાયદો વ્યકિતએ ઘડેલો નથી, જુથે આપેલ છે. આ દષ્ટિએ વિચારતા સામ્યવાદ ધર્મ ખરે, પરંતુ એ આદિમ ધર્મ સ્વરૂપ છે, અને જેમ પ્રત્યેક આદિમ ધર્મની કાળાનુક્રમે સાંસ્કૃતિક ધર્મમાં ઉત્ક્રાંતિ થઈ છે એમ, આ નદિત ધર્મ સામ્યવાદની ઉત્ક્રાંતિ પણ એક સુસંસ્કૃત માનવધર્મમાં થશે એવી આશા કેમ ન રાખી શકાય? 3. ધર્મ સમન્વયના કેટલાક પ્રયાસે : એવાં અનેક બિંદુઓ છે જ્યાં વિવિધ ધર્મોનું મિલન થાય છે એ આપણે જેવું. એક અનંતની શોધમાં નીકળેલા વિવિધ ધર્મ–માર્ગોને જુદી જુદી દિશામાંથી નીકળતી અને વહેતી ભિન્ન ભિન્ન નદીઓ સાથે સરખાવી શકાય, અને જેમ બધી નદીઓ છેવટે તે મહાસાગરમાં એક થાય છે એમ શું વિવિધ ધર્મો પણ આવી રીતે અનંતની ખોજના મહાસાગરમાં લીન થશે ખરા? શું બધા ધર્મો એક એવા પ્રવાહમાં મળી શકે ખરાં કે જ્યાં પ્રવાહની ભિન્નતા ન હોય, અને હોય માત્ર પાણીની-તત્ત્વની સમાનતા? ભાવિ ધર્મ તરફ નજર ફેંકીએ ત્યારે આવા સમન્વયકારી પ્રયાસને, માનવ ઈતિહાસમાં થયેલે પ્રયાસ વિસરા જોઈએ નહિ. એથી જ હવે આપણે ધર્મ સમવયના વિવિધ પ્રયાસની રૂપરેખા મેળવી લઈએ. કાળક્રમમાં થયેલા આવા પ્રયાસો નીચે પ્રમાણે છે : ક. મનિચીયાનીઝમ ઈ. સ. 215 ખ. સૂફીમત ઈ. સ. 815 ગ. બહાઈમત ઈ. સ 1844 ઘ. થિયે ફી ઈ. સ. 1875 ચ. ઈશ્વર સામ્રાજ્ય ચળવળ ઈ. સ. 1940 છે. રામકૃષ્ણ વિચારધારા જ. ગાંધી વિચારધારા ક, મનિચીયાનીઝમ : ખ્રિસ્તી ધર્મના ઉદ્દભવ પછીની શરૂઆતની સદીઓમાં હિંદ તરફથી જે ધર્મસંપ્રદાય પૂર્વમાં પ્રસર્યા તેણે પશ્ચિમી જગત ઉપર વિશેષ અસર કરી. આ બધા સંપ્રદાયે આધ્યાત્મિક જ્ઞાન દ્વારા માનવીને મોક્ષ આપવાનો દાવો કરતા હતા. ધર્મ 26