________________ 400 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ઝનુનીભાવથી કેટલાક ધર્મ અનુયાયીઓ તેમની ધાર્મિક માન્યતાઓને વળગે છે તથા તેના પ્રસારને માટે પ્રયત્નશીલ રહે છે. ધર્મ-પરિવર્તન : ખાસ કરીને ખ્રિસ્તી ધર્મમાં ધર્મ-પરિવર્તનને સવિશેષે સ્વીકાર થયું છે. કેઈપણ એક વ્યક્તિ એક ધર્મ જૂથમાંથી બીજા ધર્મ જુથમાં આવે અને પરિવર્તનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વળી, કોઈપણ એક વ્યક્તિ પિતાના સ્વીકારેલા એક જીવન–માર્ગને બદલે, બીજા નિશ્ચિત આદર્શ યુક્ત જીવન–માર્ગનું પરિગ્રહણ કરે તેને પણ પરિવર્તનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આવું પરિવર્તન સામ્યવાદમાં પણ છે. રશિયામાં પ્રવર્તતા સામ્યવાદમાં આવા પરિવર્તનને "Purges તરીકે ઓળખવામાં આવે છે અને ચીનના સામ્યવાદમાં "brain wash" તરીકે ઓળખાવાય છે. આમ, આપણે એ જોઈ શકીશું કે ધર્મના વિવિધ બેધ વિષયને અનુલક્ષીને વિચાર કરવામાં આવે તો સામ્યવાદમાં પણ એ બેધ વિષયો વિશે ચોક્કસ માન્યતાઓ ધરાવવામાં આવે છે અને એથી સામ્યવાદને પણ ધર્મ તરીકે જરૂર સ્વીકારી શકાય. એ ખરું કે એ ધર્મને ઈશ્વર આજે જે કઈ સરમુખત્યાર સત્તાસ્થાને હેય તે બને. પરંતુ જાપાનના શિધર્મમાં પણ આવું ક્યાં નથી બન્યું ? એ સરમુખત્યારના બામૃત તે ધર્મશાસ્ત્રો બને, અને એનું રહેઠાણ મંદિર બને એ સંભવિત છે. પરંતુ આ બધું બને છે એનું કારણ એ છે કે માનવના હૃદયમાં જે આધ્યાત્મિક ઝંખના છે એ ઝંખનાની સિદ્ધિ માટે જે કઈ માર્ગ પ્રાપ્ત થાય તે ગ્રહણ કરવા એ તૈયાર બને છે. ધર્મ વ્યક્તિની અને સમાજની કેટલીક મહત્ત્વની જરૂરિયાત પૂર્ણ કરે છે. વળી, નોટિંગહામ કહે છે તેમ “જ્યાં જ્યાં માનવસમાજ વસે છે ત્યાં ત્યાં ધર્મનું એક સાર્વત્રિક કાર્ય છે.” 71 સામ્યવાદ દૈહિક અને ભૌતિક જરૂરિયાત પૂરી પાડીને માનવીની એ ક્ષેત્રોની ચિંતા દૂર કરે છે. પરંતુ એમ કરીને જ એની આધ્યાત્મિક ભાવનાનો ઉપયોગ એની પિતાની તરફ અને એની વિચારસરણી તરફ વાળીને પિતાને ઈશ્વરસ્થાને સ્થાપે છે અને પિતાના ઉપદેશેને ધર્મશાસ્ત્રને સ્થાને સ્થાપે છે. સામાન્ય માનવની આ ભાવના-પિતાનું હિત કરનારને દેવસ્થાને સ્થાપવાની ભાવનાને ઉપયોગ સામ્યવાદી સરમુખત્યાર આ રીતે કરી શકે છે. પરંતુ આમ કયાં સુધી થતું રહેશે? 70 માયર્સ, જે. ટી., પા. 1 71 નેટિંગહમ ઇ. કે, રિલિજિયન ઍન્ડ સેસાયટી, ન્યૂયોર્ક, 154, પા. 5