________________ 398 ધર્મોનું તુલનાત્મક અધ્યયન મુક્તિને ખ્યાલ આવે છે, એની આજના તબકકે ના કહેવાય એમ નથી. પરંતુ, સામ્યવાદ રાજ્યવિહીન સમાજના આદર્શને વરેલો છે અને એથી એવા સામ્યવાદમાં સર્વ પ્રકારની–આધ્યાત્મિક સહિતની મુક્તિ કેમ ન સંભવી શકે? વળી, એમ કેમ ન રવીકારાય કે આર્થિક, સામાજિક અને રાજકીય મુક્તિ એ તે આધ્યાત્મિક મુક્તિ પ્રાપ્ત કરવાનાં વિવિધ સોપાને છે? વળી, કદાચ એમ પણ કહેવાય કે મુક્તિના માર્ગ તરીકે સામ્યવાદ હિંસાને આશરે લે છે, જે ધર્મની વિરુદ્ધ છે. જે સુસંગત રીતે આપણે આ સ્વીકાર્યું હેત તે વાત અલગ હતી. પરંતુ શું જરથુસ્તધર્મમાં અનિષ્ટની સામેના યુદ્ધમાં હિંસાના ઉપયોગને રવીકાર નથી ? શું ઇસ્લામની જેહાદની ભાવનામાં હિંસક બળોને ઉપયોગ નથી ? શું શીખધર્મને ખાલસાના વિચારમાં હિંસા સ્વીકારાઈ નથી? આ બધા ધર્મોમાં હિંસાને સ્વીકાર કરવામાં આવ્યો હોય અને હિંસાના માર્ગ દ્વારા મુક્ત પ્રાપ્તિની શક્યતા વિચારાઈ હેય, છતાંય એમને ધર્મ તરીકે સ્વીકાર કરવામાં આવે, અને સામ્યવાદમાં હિંસા અને બળને સ્વીકાર થયો છે, માટે એનો ધર્મ તરીકે ઈન્કાર કરવામાં આવે, એમાં કઈ તર્કબદ્ધતા રહી ? કઈ તર્ક સુસંગતતા રહી ? કમ-ફળ ભાવના : વિશ્વના પ્રત્યેક ધર્મમાં કર્મફળ ભાવનાને સ્વીકાર થયું છે. કેટલાક ધર્મોમાં કર્મ–ફળ ભાવનાને અનુલક્ષીને પુનર્જન્મની વિચારણા કરવામાં આવી છે તે કેટલાકમાં આ એક જ જન્મ છે એમ સ્વીકારી ઈશ્વરના ન્યાયના દિવસની વિચારણા રજૂ થઈ છે. એ વિચારણું સાથે એમ પણ સૂચવાયું છે કે કરેલાં કર્મોને બદલે ગ્ય રીતે દરેકને મળશે. જેણે પુણ્ય કર્યા છે તેમને તેને બદલે અને જેઓએ પાપ કર્યા છે તેમને તેની શિક્ષા મળી રહેશે. સામ્યવાદમાં પણ આવાં કર્મ-ફળને વિચાર નથી થયો શું ? જે ધર્મો પુનજન્મને વિચાર રજૂ કરે છે, તેઓ પુનર્જન્મના સિદ્ધાંતને કોઈપણ વૈજ્ઞાનિક કે અનુભવના પાયા પર આધારિત કરી શકે એમ નથી, અને છતાં જેમ એના સમર્થનમાં આધાર પ્રાપ્ત નથી તેમ એના વિરોધમાં પણ આધાર પ્રાપ્ત નથી, અને તેથી જેને અનુકૂળ આવે તે એ માન્યતાને સ્વીકાર કરે છે. એ જ પ્રમાણે જે ધર્મો ઈશ્વરને ન્યાયના દિવસની વાત કરે છે એ પણ, એ દિવસ વિશે ચોક્કસ કંઈ જ કહી શકતા નથી. જ્યારે સામ્યવાદ તે કર્મ–ફળ સિદ્ધાંતને સ્વીકાર અને એના પરિણામ વિશે નિશ્ચિતતાપૂર્વક કહે છે. એટલું જ નહીં પણ એને પ્રત્યક્ષ પણ કરી બતાવે છે. કર્મના નિયમની પ્રક્રિયાની જેમ જ ક્રાંતિના નિયમની એક