________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન જે આપણે એમ સ્વીકારીએ કે ધર્મમાં આ બધી બાબતો અને પ્રશ્નો વિશે વિચારણા કરવામાં આવે છે, એ વિશે એક કે બીજા પ્રકારનું મંતવ્ય બાંધવામાં આવે છે, પછી ભલે એ મંતવ્યોમાં વિરોધ હય, અસમાનતા હોય. એટલું જ નહિ પરંતુ ધર્મબોધના આ અને આવા વિષય ઉપર જે વિવિધ મંતવ્યો વિવિધ ધર્મોમાં રજૂ થયાં હોય એની આપણે તુલના કરીએ છીએ અને એ તુલનાને આધારે યોગ્ય સમીક્ષા પણ કરીએ છીએ. આથી, જેને આપણે એમ સ્થાપિત કરી શકીએ કે સામ્યવાદને પણ આ વિવિધ ધાર્મિક વિષયો વિશે કંઈક ને કંઈક કહેવાનું છે, ભલે પછી એણે જે કહેવાનું હોય તે અન્ય ધર્મોમાં કહેવાયું હોય કે ન કહેવાયું હોય, આ વિષેનો બેધ અન્ય ધર્મોના બોધ સાથે સમાન હોય કે ભિન્ન હય, તોયે કક્ષા તાર્કિક કારણસર આપણે એને ધર્મ તરીકે ઇન્કાર કરી શકીશું ? એથી, હવે આપણે પ્રત્યેક બોધ વિષય લઈને સામ્યવાદે એ વિશે શું કહેવાનું છે એની મિતાક્ષરી રજૂઆત બને અનુલક્ષીને કરીએ. પરમતવ: ધર્મમાં પરમતત્ત્વની ભાવના કેટલી મહત્વની છે તથા વિવિધ ધર્મમાં એ ભાવના કઈ રીતે વ્યક્ત થઈ છે એની વિચારણા આપણે આગળ કરી છે. સામ્યવાદમાં પણ આવી એક પરમતત્ત્વની ભાવના છે. એ પરમતત્ત્વની ભાવનાનું નામ ઈશ્વર નથી. પણ એથી શું ? તાઓ ધર્મમાં પરમતત્તવની ભાવના છે પણ એને ઉલ્લેખ “તાઓ” તરીકે થયે છે, એવી જ રીતે કન્ફયુશિયનધર્મમાં પરમતત્વનો ઉલ્લેખ “હવન” તરીકે થયું છે, અને બૌદ્ધધર્મમાં તે એને ઉલેખ “અનિત્ય” તરીકે–શૂન્ય તરીકે થયો છે એમ કહીએ તો ચાલે. કારણકે એ ધર્મમાં કોઈ પરમતવ ન સ્વીકારાયા છતાં પરિવર્તનની શક્યતા એ જ પરમતત્વ છે એવી સ્પષ્ટ રજુઆત થઈ છે. આમ, પરમતત્વને સ્વીકાર મહત્વનું છે, એનું નામકરણ નહીં. સામ્યવાદમાં આવું કયું પરમતત્ત્વ છે ? સામ્યવાદ ઇતિહાસની નક્કરતાને સ્વીકાર કરીને આગળ વધે છે. એ એટલું પણ સ્વીકારે છે કે એવો એક અનિવાર્ય કાયદો ગતિમાન છે જેને આધારે ઈતિહાસને વિકાસ થાય છે. સામ્યવાદી વિચારધારા એ વસ્તુ વધુ સ્પષ્ટ રીતે જણાવે છે કે સામાજિક ઉત્ક્રાંતિ એક નિશ્ચિત માગે થાય છે અને ભવિષ્યમાં જે એક આદર્શ છે તેની સિદ્ધિ પ્રાપ્ત કરશે. આમ, ભવિષ્યને એક આદર્શ સમાજ, જેની પ્રાપ્તિ ઇતિહાસની પ્રક્રિયામાંથી પસાર થઈ થવાની છે, એની નિશ્ચિતતા આપણને સામ્યવાદમાંથી પ્રાપ્ત થાય છે. 67 બ૮, પા. 455