________________ ધર્મનું ભાવિ 397 વિવિધ ધર્મોના અભ્યાસમાં આપણે એ જોયું કે પરમતત્ત્વની ભાવનાની સાથે ઈશ્વર ભાવના પણ સંકળાયેલી છે. ઘણી વેળા તે ધર્મસંરથાપકને જ ઈશ્વરરથાને સ્થાપવામાં આવે છે. સામ્યવાદમાં પણ આવી પ્રક્રિયા અજાણી નથી. ચીની સામ્યવાદમાં આ વધુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ચીનના એક કપ્રિય ગીતમાં 68 આ પ્રતીત થાય છે : The East is red The sun rises On the horizon of China Appears the great Hero MAO Tse Tung He is the great saviour of the people. વળી, માઓની પ્રતિકૃતિ ઘર, શાળા, કારખાનાં અને ઓફિસોમાં રાખવામાં આવે છે. ઘણાં ઘરોમાં તે પૂજાને માટેની પુરાણી તકતીઓને દૂર કરી એને સ્થાને માઓની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. કારખાનાના એક ઓરડાના ખૂણાને લાલ પડદાથી જુદો પાડી ત્યાં માઓની પ્રતિમા મૂકવામાં આવે છે અને કામદારે પ્રત્યેક દિન આવીને માઓ પ્રત્યેની વફાદારીના શપથ લે છે 68 મુક્તિ : પ્રત્યેક ધર્મ એમ કહે છે કે માનવીની વર્તમાન અવસ્થા પલટાવવી જરૂરી છે. માનવીનું વર્તમાન અરિતત્વ બંધનરૂપ છે અને એમાંથી એણે મુક્તિ પ્રાપ્ત કરવાની છે. શું સામ્યવાદ પણ આવી મુક્તિની વાત કરતા નથી? અમીર અને ઉમરાવના આર્થિક, સામાજિક અને રાજકીય શેષણમાંથી તથા એમના વર્ચસ્વમાંથી મુક્તિ મેળવવાને માટે સામ્યવાદ હંમેશા ખડે છે. જે અવસ્થામાં માનવી મુકાય છે એ અવસ્થાનું પરિવર્તન લાવવા માટે સામ્યવાદ કટિબદ્ધ છે, અને જેમ પ્રત્યેક ધર્મમાં મુક્તિની પ્રાપ્તિને માટે એક કે વધારે માર્ગો સૂચવાયા છે, એમ સામ્યવાદ પણ મુક્તિના માર્ગો સૂચવે છે. કદાચિત અહીં પ્રશ્ન થશે કે સામ્યવાદ માનવીની આધ્યાત્મિક મુક્તિની નહીં પરંતુ આર્થિક, સામાજિક અને રાજકીય મુક્તિની વાત કરે છે. સામ્યવાદની 68 માયર્સ, જે. ટી., રિલિજિયસ આસ્પેકટ્સ ઓફ ધી કટ ઓફ માઓ ત્સ તુંગ, કરન્ટ ડેવલપમેન્ટસ, 1972, ગ્રંથ 10, અંક 3, પા. 2 69 વેચ હેલમ્સ, ધી ડીફિકેશન ઓફ માઓ, સેટરડે રિવ્યુ, 19-9-1970, પા. 25 (એજ પા. 7)