________________ ધમનું ભાવિ પ્રક્રિયાને સામ્યવાદ સ્વીકાર કરે છે. કર્મના સિદ્ધાંત અનુસાર જેમ માનવીને એના કર્મને બદલે મળે છે તેમ ક્રાંતિના સિદ્ધાંત અનુસાર પણ જેણે જેવાં કર્મો કર્યા હોય તે અનુસાર એને બદલે મળે છે. ગરીબ પ્રજાના શેષ અને મૂડીવાદીઓ શેતાન જેવા છે, અને એથી જ્યારે ક્રાંતિને સિદ્ધાંત ગતિશીલ બને છે અને ક્રાંતિ જ્યારે સફળ થાય છે ત્યારે, આ શેષણખોર અને મૂડીવાદીઓ તેમ જ સત્તાધિપતિઓને તેમનાં કર્મોનાં ફળ મળે છે, અને એ માટેની શિક્ષા એમને પ્રાપ્ત થાય છે. શોષિત વર્ગો, ગરીબ વર્ગો જેમણે ખૂબ ભગવ્યું છે એમને હવે એ જ નિયમ અનુસાર સારાં ફળની પ્રાપ્તિ થાય છે, સ્વાતંત્ર્યની હવા મળે છે, સંપૂર્ણ તકે મળે છે અને જીવન વિકાસ માટેનું ઘડતર થાય છે. ભ્રાતૃભાવ ભાવના : દરેક ધર્મમાં ભ્રાતૃભાવની ભાવનાને કંઈક ને કંઈકે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ખ્રિસ્તી ધર્મમાં પ્રભુના સામ્રાજ્યની વાત છે, તે હિંદુધર્મમાં બ્રહ્મ–અક્યની વાત છે. ઇસ્લામમાં મુસ્લિમ બિરાદરીની વાત છે, તે જરથુસ્તધર્મમાં જૂથ સાથીદારીની વાત છે. સામ્યવાદમાં પણ આવો વિચાર બે વરૂપે રજૂ થયેલ છે. એક, તે એમાં એમ કહેવાય છે કે જગતના શ્રમજીવીઓ તમે એક થાઓ અને એ રીતે વિશ્વના વિશાળ જનસમુદાયને એક સંધ સ્થપાય એવી ભાવના એમાં વ્યક્ત થાય છે. પરંતુ, બીજી રીતે વિચાર કરીએ તે સામ્યવાદમાં વર્ગવિહીન સમાજરચનાને આદર્શ અપાયો છે - એક એવો સમાજ જેમાં વર્ગ-વર્ગ વચ્ચે ભેદ ન હોય, એક એ સમાજ જેમાં ઉચ્ચ-નીચના ભેદ ન હય, એક એવો સમાજ જેમાં અમીર અને ગરીબના ભેદ ન હોય. એટલું જ નહિ, આવા સમાજની આદર્શ કલ્પના આગળ વધારીને સામ્યવાદ એમ પણ કહે છે કે એ એક એવો સમાજ હશે જેમાં રાજ્યકર્તા અને પ્રજા જેવા ભેદો પણ નહિ હોય. કારણકે એ આદર્શ સમાજ રચનામાં રાજ્ય જેવી સંસ્થા પણ લુપ્ત થઈ ગઈ હશે. Paul2el1401 : ( Creed) પ્રત્યેક ધર્મના અનુયાયીઓ પિતાના ધર્મમાં જે વિચારો રજૂ કરવામાં આવ્યા હેય છે એને દઢતાપૂર્વક સ્વીકારે છે એટલું જ નહિ, પરંતુ એને પ્રસાર કરવા માટે પણ તૈયાર બને છે. ધર્મ માન્યતાઓના આવા સ્વીકારમાં હિબ્રુ અને ઇલામ જેવા ધર્મોમાં તો એક પ્રકારનું ઝનૂની તત્ત્વ પણ દષ્ટિગોચર થાય છે. સમાજવાદને પણ આવું એક વિચારબળ છે. એમની પણ આવી માન્યતાઓ ' છે અને એ માન્યતાઓને તેઓ એટલા જ ઝનૂનીભાવથી વળગી રહ્યા છે, જે