________________ 404 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ત્રણ, સૂફીમતનું નામ એના આદર્શને અનુલક્ષીને આપવામાં આવ્યું છે.. માનવી જ્યારે સંપૂર્ણ પૂર્ણતા પ્રાપ્ત કરે ત્યારે તે પ્રભુમય બને છે. ચાર, સૂફીમત એવી માનસિક તથા દૈહિક અવસ્થા પ્રબોધે છે જ્યાં ભૂખમાં આનંદ, ગરીબીમાં અમીરી, સેવામાં પ્રભુમયતા, નગ્નતામાં સવસ્ત્રતા, ગુલામીમાં. સ્વાતંત્ર્ય, મૃત્યુમાં જીવન, કડવાશમાં મીઠાશ, નાશમાં ગર્વને અનુભવ કરી શકાય. પાંચ, પ્રભુ જે કંઈ કરે છે એમાં આનંદ માનનાર વ્યક્તિ સૂફી છે, કારણ કે પોતે જે કંઈ કરે છે એનાથી પ્રભુ ખુશ રહે. છે, સૃષ્ટિના ક્રમમાં ઈશ્વરના આધિપત્યને અનુસરી જે કંઈ બને એને શાંતિપૂર્વક સ્વીકાર એ સૂફીમતની વિશિષ્ટતા છે. સાત, સાચે સૂફી તે જ છે જે પિતાની જાતને ભૂલીને પ્રભુમાં તન્મય બને છે, કારણકે જે વ્યક્તિ પોતાનામાં જ તન્મય રહે છે એ કદીયે પ્રભુની નિકટ જઈ શકે નહિ. સૂફીમતની વિશિષ્ટતાઓ: અસૈયદે આપેલ સૂફીમતના વિવિધ ખ્યાલોને અનુલક્ષીને સૂફીમતની કેટલીક વિશિષ્ટતાઓ સ્પષ્ટ થાય છે. ઈશ્વરની ભીતિ તથા ઈશ્વરના ન્યાયમાં વિશ્વાસ એ બે મહત્વના મુદ્દાઓ છે. વળી સૂફીમતાનુસાર દુન્યવી સુખને ત્યાગ પણ મહત્ત્વને બને છે. આમ કરવામાં સૂફીમત વૈરાગ્ય ભાવનાને પ્રાધાન્ય આપે છે, એટલું જ નહિ પરંતુ વૈરાગ્ય ભાવનાને એ તબક્કે લઈ જાય છે જ્યાં વ્યકિત પોતે પિતાને માટે પણ વૈરાગ્ય અનુભવે. આમ ત્યારે જ બની શકે જ્યારે વ્યક્તિ પ્રભુ-તન્મય. બને. આ માટે સૂફીમતમાં મનન અને સમાધિનું સ્થાન પણ સ્વીકારાયેલ છે. સૂફીમતનું રહસ્યવાદી સ્વરૂપ રબિયાના આ કથનમાં પ્રાપ્ત થાય છે : “પ્રભા જે હું નર્કના ભયથી તારી પૂજા કરું તે મને નર્કમાં બાળજે, અને જે હું સ્વર્ગની આશાએ તારી પૂજા કરું તે મને સ્વર્ગમાંથી બાકાત રાખજે. પરંતુ, હું જે તારી પૂજા તારે માટે જ કરું તે તારું દિવ્ય સૌંદર્ય મારાથી છૂપાવીશ નહીં.” વળી, બીજા એક સૂફી કહે છે એ પ્રમાણે પૂર્ણ પ્રેમ માત્ર એવા જ પ્રેમીમાંથી નીપજે છે જે પિતાને માટે જ આશા રાખી કઈ કરતા નથી. મૂલ્યની આશા શી કામની ? આપણે માટે તે મૂલ્ય કરતાં, ભેટ કરતાં એને આપનાર જ મહાન છે. આ પ્રમાણે આપણે એ જોઈ શકીશું કે સૂફીમત સવિશેષે રહસ્યવાદી બની રહે છે. પ્રભુપ્રાપ્તિ માટે પિતાના સત્ય સ્વરૂપનું તેમ જ પિતાના અસત્ય સ્વરૂપનું