________________ ધમનું ભાવિ જવું જરૂરી છે. જે વિવિધ ધર્મોનું અધ્યયન આપણે કર્યું એને આધારે ઈશ્વર વિશે આપણે શો ખ્યાલ મેળવ્યા ? જનસામાન્યને મન ઈશ્વર એટલે શું ? | સામાન્ય માનવીને મન ઈશ્વરના ખ્યાલ સાથે એક અગમ્ય, ગૂઢ સત્તા સદાયે સંકળાયેલી રહી છે. આ ગૂઢ સત્તા દ્રશ્યમાન નથી અને છતાંય કાર્યરત છે એવી ભાવના પણ સદાયે પ્રવર્તે છે. એટલું જ નહિ પરંતુ આ સત્તા સૃષ્ટિનું ચાલક બળ છે અને એ સૃષ્ટિને શાંતિ, ન્યાય અને સમાનતા તરફ દોરી જાય છે એવી પણ એક ભાવના જનસમુદાયમાં છે. ઈશ્વરનો રસ્પષ્ટપણે સ્વીકાર ન કરતા ધર્મોમાં પણ આ જોઈ શકાય છે. અને ધર્મમાં ઈશ્વરનો ખ્યાલ શો છે? આપણે ધર્મોની વિચારણામાં એ જોયું છે કે ધર્મ ઈશ્વરી તત્ત્વને એક સર્વોપરી સત્તા તરીકે સ્વીકાર કરે છે. એ સત્તા જ સર્જક બળ છે અને સંચાલક બળ પણ છે. પરિ. વર્તનનું કારણ પણ એ જ બળ છે અને સંહાર, નવસર્જન પણ એ જ કરે છે. આવી એક પરમ સત્તા સૃષ્ટિમાં ક્રમબદ્ધ રીતે કાર્ય કરી રહી છે અને એનાં ક્રમમાં અવરોધ ન નાંખતા એની સાથે સહકારથી માનવીએ કાર્ય કરવું જોઈએ એમ શું બધા જ ધર્મો કહેતા નથી? અને જે સામ્યવાદ પણ આ જ વાત આવી જ રીતે કરે છે તેને આપણે ધર્મ તરીકે સ્વીકારીએ ખરા કે કેમ? પ્રબળ ધર્મભાવના એ શીખવે છે કે અન્ય તમારી સાથે કેવી રીતે વર્તે છે એને વિચાર નહિ કરે. તમારે એની સાથે કેમ વર્તવું જોઈએ એને વિચાર કરો. આ ન્યાયે સામ્યવાદ પોતે ગમે તે મંતવ્ય ધરાવતા હોય તે પણ જે અબાધિત સત્ય દરેક ધર્મને વિશે તેમ જ ધર્મ અનુયાયીને વિશે આપણે ઉપર રજૂ કર્યું છે તે સામ્યવાદ વિશે સ્થાપી શકીએ તે એને ધર્મ તરીકે ઓળખવામાં સંકોચ કે લઘુષ્ટિ શા માટે રાખવી જોઈએ ? ધર્મના ઈશ્વરના ખ્યાલમાં સામાન્ય રીતે શું સમાવિષ્ટ થાય છે એ આપણે ઉપર જોયું. હવે આપણે ધર્મમાં મુખ્યત્વે કરીને કયા કયા તને સમાવેશ થાય છે તેની વિચારણા કરીએ. વિવિધ ધર્મોને આપણે ઉપર કરેલ અભ્યાસ એ બતાવે છે કે લગભગ પ્રત્યેક ધર્મમાં પરમતત્વને, કર્મફળને, મુક્તિને, બંધુત્વને વિચાર કરવામાં આવ્યો હોય છે. આ ઉપરાંત કેટલીક ધાર્મિક માન્યતાઓ અને વિધિઓને પણ વિચાર કરવામાં આવે છે અને કદીક કદીક ધર્મના પ્રચાર માટે અનુયાયીનું સંખ્યાબળ વધારવા માટે ધર્મમાં પરિવર્તન જેવી પ્રક્રિયાને પણ ઉલ્લેખ હોય છે. ધમને ક અભ્યાસી એમ કહી શકશે કે આ બધી બાબતને ધર્મન અભ્યાસમાં સમાવેશ થતો નથી ?