________________ ધમનું ભાવિ કેટ પણ મર્યાદિત સમાજ કે વિરતૃત સમાજનું નિયમન એના આંતરિક રવરૂપની સાથે સંઘર્ષમાં આવે ત્યારે, એ કોઈપણ સમાજના બંધન સ્વીકારતો નથી, અને પિતાની પિતા પ્રત્યેની ફરજ અદા કરે છે. ધર્મના ઇતિહાસમાં મહાવીર, બુદ્ધ, જિસસ ક્રાઈસ્ટ, માર્ટિન લ્યુથર, વગેરે આનાં જીવંત ઉદાહરણ છે. માનવનું આત્મતત્ત્વ, એની દેહભાવના, બુદ્ધિભાવના, નીતિભાવના અને આંતર્ભાવનાને આવરી લઈ એક અન્ય ફલક પર પણ વિસ્તરે છે. એ ફલક એના પિતાના આધ્યાત્મિક સ્વરૂપની છે. સૃષ્ટિનું એક પરમતત્ત્વ પિતાથી અલગ નથી, પિતે એ પરમતત્વની સમીપ જવા સર્જાયેલ છે, એની સાથે ભેદ અન્ય કઈ આવરણને આભારી છે એમ એ સમજે છે. સમાજમાં રહેવા છતાં એ ઈશ્વરની સાથે એકરૂપ થવા સદાયે પ્રયત્નશીલ છે. એને આ પ્રયત્ન શી રીતે સિદ્ધ થઈ શકે એની વિચારણા પ્રવર્તમાન પ્રત્યેક ધર્મે કરેલી છે. પિતાનામાં અસ્તિત્વમાન દૈવતત્ત્વની જાણ, એ દેવતત્વની–પરમ દેવતત્ત્વની પ્રાપ્તિની શક્યતાને સ્વીકાર તથા એવી પ્રાપ્તિને માટેના માર્ગની રજૂઆત, એ સુસંસ્કૃત માનવીના ધમની વિશિષ્ટતા છે. ઘ, પરમ આનંદ : માનવ દેહધારી હોવા છતાં દેહ એ જ સર્વસ્વ નથી, અને એ સિવાયનાં વિવિધ અંગે પણ માનવજીવનમાં મહત્ત્વનાં છે એના સ્વીકારમાં જ, દેહિક સુખ કરતાં કંઈક વિશેષ સુખનો વીકાર સમાવિષ્ટ થાય છે. ઈન્દ્રિયોને તેમના વિષય સાથે સંપર્ક, તેમને વિશેનું જ્ઞાન આપવા ઉપરાંત એક પ્રકારના સુખની પ્રતીતિ પણ કરાવે છે, અને પછીથી તે ઈન્દ્રિય અને વિષને સંપ એક સહજ બાબત બની જાય છે. આદિમ માનવીને માટે ઈન્દ્રિય સુખમાં જ જીવનનો આનંદ પરિમિત થતું હતું. પરંતુ જેમ જેમ સુસં. સ્કૃત માનવી પોતાના જીવનની વિવિધતાને તેમ જ વિશાળતાને ખ્યાલ પામત ગયા તેમ તેમ એના સુખને ખ્યાલ પણ બદલાતે ગયે. દૈહિક સુખ સંપૂર્ણ નથી, એથીયે વિશેષ આનંદદાયી સુખ પ્રાપ્ત કરી શકાય એમ છે, અને સુખની પરમ-સીમાં આનંદનીય અવરથા છે એમ ધીમે ધીમે એણે રવીકાર્યું. આ પરમ આનંદની અવસ્થા માનવી ત્યારે જ પ્રાપ્ત કરી શકે જ્યારે પોતે જેને જીવનનું ધ્યેય સ્વીકાર્યું હોય તેને એ પ્રાપ્ત કરે. પ્રત્યેક પ્રવર્તમાન ધર્મ આવું એક જીવન ધ્યેય નિર્દિષ્ટ કરે છે અને એની પ્રાપ્તિમાં જ પરમ આનંદ સમાયેલું છે એમ સૂચવે છે.