________________ ૩૯રે ધર્મોનું તુલનાત્મક અધ્યયન નહિ ઊતરીએ. આપણે માત્ર એટલું જ નેધીએ કે આદિમ માનવીની દેવ-કલ્પના કરતાં સુસંસ્કૃત માનવીની દેવ કલ્પના અનેકગણું વિશાળ અને વિસ્તૃત છે. ઉપર આલેખાયેલ ધર્મોની રૂપરેખામાં આપણે એ જોયું છે કે એકેશ્વરવાદની કલ્પના સ્વીકારવા છતાં, એ એક ઈશ્વર, સ્થળનિમિત બનાવવામાં આવ્યો હતે. એક પ્રજા જ ઈશ્વરની વહાલી પ્રજા હેય, અને એક ઈશ્વર જાણે એમની એકલાની જ મિલકત હય, એ રીતને ખ્યાલ પણ એકેશ્વરવાદી ધર્મોમાં અજાણ્યું નથી, અને છતાં એ સંપૂર્ણપણે સ્વીકારાયો પણ નથી એ પણ એટલું જ સાચું. ગ, આત્મભાવ : પિતાની જાત માટે આદિમ માનવીને અને સુસંસ્કૃત માનવીને ખ્યાલ સંપૂર્ણપણે ભિન્ન છે. પ્રત્યેક ધર્મની રૂપરેખા આપતી વખતે જે તે ધર્મમાં જીવને ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે. એ ઉપરથી એટલું તે સહજ રીતે સ્પષ્ટ થશે કે સુસંસ્કૃત માનવી પોતાની જાતને પોતાના દેહ પૂરતી જ મર્યાદિત રાખતે નથી. દેહ અને એની ઇન્દ્રિયો ઉપરાંત એનામાં બીજા કેટલાંક વિશિષ્ટ તરવે છે એને એ સ્વીકાર કરે છે. આ તોમાં માનવીની તર્કશક્તિ, એની આંતરિક નૈતિક શક્તિ તેમ જ એના અંતરાત્માની શક્તિને સમાવેશ થાય છે. જ્યાં સુધી માનવીએ એના જીવનની આ અનેકવિધ શક્તિઓનો પરિચય કેળ ન હતું ત્યાં સુધી એની દેટ બાહ્ય સૃષ્ટિ તરફ રહી હતી. જ્યારે એ આ સમજે ત્યારથી એને પિતાને જ વિસ્તૃત ખ્યાલ આવ્યું. એટલું નહિ, પરંતુ બધું જ જોવાની જાણે એને એક નવીન દૃષ્ટિ પ્રાપ્ત થઈ પિતે સમાજનું એક અંગ છે, અને એથી સમાજ તરફ એની કંઈ ક ફરજ છે એ એણે, આદિમ માનવની જેમ, સ્વીકાર્યું. પરંતુ, આદિમ માનવ, સમૂહના વ્યવહાર નિયમ, નીતિનિયમ તે સંપૂર્ણ છે. એમ રવીકારી, એનું આચરણ એ પ્રકારે કરતો રહ્યો, અને એથી એની નૈતિકતા રૂઢિગત પ્રકારની સમાજ કેન્દ્રિત બની. એની નૈતિકતાની ફલક ત્યાં જ અટકી. સસંત માનવી આવા સમાજ વ્યવહારના નિયમે સ્વીકારતો નથી એવું નથી. પરંતુ જેમ સમાજ પ્રત્યે એની કંઈક ફરજ છે તે જ રીતે વિશાળ માનવસમાજ પ્રત્યે એની કંઈ ફરજ છે એમ એ સમજે છે, અને આથી જ્યારે મર્યાદિત સમાજ નિયમ અને વિસ્તૃત માનવસમાજના નિયમ વચ્ચે ઘર્ષણ થાય છે ત્યારે, સુસંસ્કૃત માનવી, બહેળા માનવસમાજના નિયમ તરફ વધારે ઢળે છે. આટલું જ નહિ, પોતાના સમાજ અને બહેળા માનવસમાજ પ્રત્યેની પિતાની ફરજ ઉપરાંત, સસંસ્કૃત માનવ પિતાની પિતાના પ્રત્યેની ફરજ પણ સમજે છે, અને એથી જ્યારે