________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન આ છે આદિમ જાતિના વિવિધ ધર્મ પ્રકારનો આધાર. આ પશ્ચાદભૂમાં આપણે પ્રવર્તમાન ધર્મની વિશિષ્ટતાઓ રજૂ કરીશું અને આ પશ્ચાદભૂને અનુલક્ષીને એ વિશિષ્ટતાઓની વિચારણા હાથ ધરીશું. વિશ્વના જે અગિયાર ધર્મોની રૂપરેખા આપણે ઉપર રજૂ કરી એમાં, આ પશ્ચાદભૂને અનુલક્ષીને એવાં કઈ તો અવેલેકી શકાય ખરાં જેને પ્રવર્તમાન ધર્મોની વિશિષ્ટતાઓ તરીકે ઓળખી શકાય ? પ્રત્યેક ધર્મનું સામાન્ય સ્વરૂપ લક્ષમાં રાખીને આવી વિશિષ્ટતાઓ આપવી શક્ય છે. આ વિશિષ્ટતાઓ નીચે મુજબ છે: 1. જૂથ નૈતિક નિયમ નહિ, સાર્વત્રિક નૈતિક નિયમનો સ્વીકાર 2. અનેકેશ્વરવાદને નહિ, એકેશ્વરવાદને સ્વીકાર. 3. માત્ર દેહભાવને નહિ, આત્મભાવને સ્વીકાર. 4. ઐહિક સુખને જ નહિ, પરમ આનંદને રવીકાર. કેઈપણ ધર્મની વિસ્તૃત ચર્ચામાં ઊતર્યા સિવાય, ધર્મોની ઉપર રજૂ કરેલી પરેખાના આધારે, આપણે આ વિશિષ્ટતાઓની વિચારણા કરીશું. ક, સાર્વત્રિક નૈતિક નિયમ આદિમ માનવીના ધર્મમાં સાર્વત્રિક વરૂપની નૈતિક જવાબદારીના ખ્યાલને અભાવ હતે. શુભ અને સાચું એની દષ્ટિએ તે હતું, જે સમગ્ર નહિ, પરંતુ એને પિતાને અને એના જૂથને અનુરૂપ થાય કે અનુરૂપ હોય. આપણે આગળ જોયું તેમ પિતા સિવાયનાં અન્ય સામાજિક જૂથે એને માટે વિરુદ્ધ સ્વરૂપના જ નહિ પરંતુ દુશ્મન સ્વરૂપનાં હતા. આથી પિતાને માટે જે પ્રાપ્ત કરવાનો પ્રયાસ છે, અન્યને પ્રાપ્ત ન થાય એ માટેના પ્રયાસની સાથે એકરૂપ થતા. પિતાના જૂથના સભ્ય તરફના વ્યવહારને માટે એક નિયમ, અને બીજા જૂથના સભ્યને માટે જા પ્રકારને નિયમ સ્વીકારાયે. જૂથ પ્રત્યેની વફાદારી એ જ મહત્ત્વની વાત, અને એ સિવાય અન્ય કંઈનું ઝાઝું મહત્વ નહીં. જૂથ પ્રત્યેની બેવફાઈ એ જ અનિષ્ટ, એ જ ગેરવાજબી, એ જ પાપ. જેમ જેમ માનવ અને માનવજૂથે સુસંસ્કૃત બનતાં ગયાં તેમ તેમ આ માન્યતા અને વ્યવહારમાં પરિવર્તન થતું ગયું. એક જૂથને માટે નહિ પરંતુ બહેળા જનસમુદાયને માટે નૈતિક કાયદે છે એમ સ્વીકારાયું. નૈતિક કાયદાની સત્તા એક જૂથ પૂરતી જ મર્યાદિત છે એમ નહિ પરંતુ એની સત્તા સાર્વત્રિક છે એમ