________________ ધમનું ભાવિ 389 અને એમાં એમ જણાવ્યું કે પ્રત્યેક માનવીને અને માનવજૂથને કંઈક માનવીય જરૂરિયાત છે જે પૂર્ણ કરવાને એ ઇચ્છે છે, પરંતુ સાથે, કદાચિત એ પૂર્ણ ન થઈ શકે એમ પણ એ જાણે છે. આવી જરૂરિયાત વ્યક્તિની પિતાની હોય અથવા તે એક નાના જૂથની હય, અથવા તે એ જરૂરિયાત એક જાતિની પણ સંભવી શકે, અને જે જરૂરિયાતને માટે દૈવીતવને સંબોધવામાં આવે છે એ જરૂરિયાતના પ્રકારમાં પણ ફેર હોઈ શકે. એ જરૂરિયાત કયાં તે રાક પ્રાપ્ત કરવા માટેની હેય અથવા તે તંદુરસ્તી અને તાકાત મેળવવા માટે હોય, અથવા તે દીર્ઘજીવનની પ્રાપ્તિ માટે અથવા તો બાળક મેળવવાની હોય. આ ઉપરાંત, એવી પ્રાર્થના પિતાની જૂથ પરની તાકાત વધારવાની દૃષ્ટિએ, ગુલામ મેળવવા માટેની હોય, અથવા તો સંધર્ષમાં જીત માટે અથવા તે મુસાફરીની સફળતા માટે પણ હોય. આ બધા પરથી એ ફલિત થાય છે કે આદિમ જાતિને માનવી પિતાના તથા પિતાના જૂથના ક્ષેત્રની બહાર દ્રષ્ટિ દેડાવી શકતો નથી, એટલું જ નહીં પરંતુ જીવનની પ્રાથમિક અને ઐહિક જરૂરિયાતે સિવાય બીજી જરૂરિયાત પણ હોઈ શકે એને એને ખ્યાલ હોય એમ લાગતું નથી. આદિમ માનવી પોતાના જૂથે સાથે અને જે સૃષ્ટિમાં એ જીવે છે તેની સાથે વ્યવહાર શી રીતે કરે છે ? એની આત્મીયતા પિતાના જ જૂથ કે જાતિ પૂરતી મર્યાદિત છે. અન્ય જૂથ કે જાતિઓના અસ્તિત્વને એને ખ્યાલ નથી એમ નહીં, પરંતુ તેઓ એના વિરોધીઓ છે, દુશ્મન છે, એવો જ ખ્યાલ એ સેવે છે. એ અને એવાં બીજાં જૂથ અને જાતિઓની સાથે એને સંબંધ સંધર્ષને સંબંધ હોય છે. સૃષ્ટિ સાથેના એના સંબંધમાં એની સમજણનું ફલક મર્યાદિત છે. નદીના પાણીમાં પ્રવાહ અવિરત રીતે વહે જાય છે તે એ જુએ છે અને જાણે છે, એ જ રીતે સૂર્ય દ્રશ્યમાન થાય છે, મધ્યાકાશે આવે છે અને આથમે છે એ પણ એ જએ છે અને જાણે છે. એ બધી બાબતે એ સ્વીકારી લે છે. છતાં પણ જ્યારે નદીમાં પૂર આવે, સૂર્ય દિવસના ભાગમાં દેખાતું બંધ થાય અને સર્વત્ર અંધકાર વ્યાપી . જાય ત્યારે કંઈક બન્યું છે એવો ભાવ એને જરૂર થાય છે. વળી સૃષ્ટિમાં જે કંઈક બને છે તે અકારણ નીપજતું નથી એવું પણ એની સામાન્ય બુદ્ધિ અને કહે છે. પણ એની સમજણ કક્ષા દરેક બનાવને કઈક સત્તા સાથે સાંકળે છે. આમ, ક્યાં તે એ કઈ ભૂત-પ્રેતની, કઈ મૃતાત્માની, કઈ પૂર્વજની કે કોઈ દૈત્યની સત્તા સ્વીકારે છે, સહજ રીતે જે કંઈ બને છે તે બને જ જાય છે. પણ જે કંઈ વિશિષ્ટરૂપે બને છે તે માટે આવી કોઈ સત્તા કારણભૂત છે અને એથી તેને સંતોષવાને એની રીતે તે પ્રયાસ કરે છે.