________________ 388 ધર્મનું તુલનાત્મક અધ્યયન પામી શકાશે. પ્રત્યેક જાતિને જેમ જેમ વિકાસ સધાય તેમ તેમ તેની સંસ્કૃતિનું સ્વરૂપ પલટાય એ નિશ્ચિત છે. ' આદિમ જાતિને પણ એક ધર્મ—રવરૂપ છે, એ એટલું સૂચવવા પૂરતું છે કે, એને પણ ધર્મની અને ધર્મમાં સમાવિષ્ટ એવા પ્રશ્નોની સમજણ છે, અને છતાંય એની સમજણનું સ્તર સુસંસ્કૃત માનવીની સમજણ જેવું જ છે એમ કેવી રીતે કહી શકાય ? એ કક્ષાના માનવીને સર્વ પ્રકારને વિકાસ સુસંસ્કૃત માનવી સમાન જ છે એમ પણ કઈ રીતે કહી શકાય ? આદિમ જાતિને માનવી જીવનને વ્યવહાર કરે છે, પરંતુ તેની રીતે. એને એને સમાજ છે, એનાં બંધને છે, પણ એ તે કક્ષાની દૃષ્ટિએ. આદિમ માનવી પણ સાધનોનો ઉપયોગ કરે છે, વાણીને ઉપયોગ કરે છે અને કવચિત ભાષાને પણ ઉપયોગ કરે છે, અને છતાંય એ એની શરૂઆત જ હોય એમ લાગે છે. આ દષ્ટિએ વિચારતા એમ કહી શકાય કે જીવન પ્રણાલી, ભાષાને ઉપગ, ઓજારોને વપરાશ, ઉત્પાદનના પ્રકાર વગેરે બાબતમાં એક માનવજૂથ બીજા માનવજૂથથી ભિન્ન હોઈ શકે. આવાં બે ભિન્ન જૂથોમાં કયું વિકસિત અને કહ્યું અણવિકસિત, કયું સુસંસ્કૃત અને કયું આદિમ એ નક્કી કરવાને માટે યોગ્ય માર્ગ બે જૂથોમાંનું ક્યું સહજ પ્રકારને વ્યવહાર કરે છે અને કયુ જટિલ પ્રકારને વ્યવહાર કરે છે એના પરથી કહેવામાં રહેલું છે. જેમ કે કેઈપણ એક જૂયે ભાષાનો ઉપયોગ માત્ર શબ્દોચ્ચારની દૃષ્ટિએ કરતે હોય, અને બીજે વગ વાચા ઉપરાંત એનું આલેખન પણ કરતો હોય તે, પાછલું સમાજજૂથ આગલા કરતાં વધુ સુસંસ્કૃત છે એમ સહજ રીતે કહી શકાય. સામાન્ય વ્યવહાર વિશે જે વાત કરી એ જ વાત માનવજીવનના વિવિધ ક્ષેત્રને લાગુ પાડીને કહ્યું જૂથ આદિમ છે અને કયું જૂથે સુસંસ્કૃત છે એ કહી શકાય. આ જ હકીક્ત માનવીના ધાર્મિક જીવનના ક્ષેત્રને પણ લાગુ પાડી શકાય. અહીં આપણે એથી એ સમજવાનો પ્રયાસ કરીશું કે માનવજીવનની ધાર્મિક માન્યતાઓ અને આચરણો વિવિધ જુથમાં ભિન્ન શી રીતે હેઈ શકે? આની વિચારણા કરતા જે પદ્ધતિ બટેપ અપનાવી છે એ આવકારદાયક છે. એમણે આદિમ જાતિના ધર્મની વિવિધ પ્રાર્થનાઓ એકત્રિત કરી અને એ આધારે પ્રાર્થનાના પ્રકારનું પૃથક્કરણ કર્યું. એ પૃથકકરણના આધારે કેટલાંક મહત્ત્વનાં તારણે કર્યા 65 બર્ટ ઈ. એ., મેન સીક્સ ધી ડીવાઈન, પા. 39