________________ 3.4 ધર્મનું ભાવિ - પ્રવેશક ? ધર્મના તુલનાત્મક અધ્યયનની પદ્ધતિઓ, એના અધ્યયનના વિવિધ દ્રષ્ટિ બિંદુઓની શકયતાઓને તેમ જ ધર્મના તુલનાત્મક અભ્યાસીનું વલણ કેવા પ્રકારનું હેવું જોઈએ એવા પદ્ધતિ વિષયક પ્રશ્નોની ચર્ચા કરી, આપણે ધાર્મિક સત્ય અને ઇતિહાસની દૃષ્ટિએ ધર્મના બદલાતા સ્વરૂપનું અવેલેકન કર્યું. સાથે જ આપણે માનવ-જીવનમાં શાશ્વત કહી શકાય એવું શું એ પ્રશ્ન ઉપસ્થિત કરી ધર્મજીવનની આવશ્યક્તાને પ્રથમ વિભાગમાં સ્વીકાર કર્યો. બીજા વિભાગમાં આપણે પ્રયાસ જગતના પ્રવર્તમાન અગિયાર ધર્મોની તુલનાત્મક રૂપરેખા આપવાનો રહ્યો. પ્રત્યેક ધર્મમાં ક્યા મહત્વના મુદ્દાઓ ચર્ચાયા છે, તેમ જ એક ગતિશીલ બળ તરીકે ધર્મને કેવો અને કેટલે વિકાસ થયો છે એને, અન્ય ધર્મોને અનુલક્ષીને, આપણે એ વિભાગમાં ખ્યાલ મેળવ્યો. આ ત્રીજા વિભાગમાં આપણે ધર્મ વિશેના કેટલાક સામાન્ય પ્રશ્નોની વિચારણાથી શરૂઆત કરી, ધર્મના સંગઠક, પ્રગતિકારક તેમ જ અવરોધક બળોને ખ્યાલ મેળવ્યું. એ પછી આપણે ધર્મબંધને કેઈ એક નિશ્ચિત વિષય કે વિધ્ય જૂથ લઈને વિવિધ ધર્મોને અનુલક્ષીને એની તુલના કરી. એમ કર્યા પછી ધર્મ યુગલને પડખે મૂકીને તેમના સમાન અને વિરોધો તાની વિચારણા કરી એની તુલનાત્મક દૃષ્ટિએ સમીક્ષા કરવાને પ્રયાસ કર્યો.