________________ 384 ધર્મોનું તુલનાત્મક અધ્યયન હિંદુધર્મ, શીખધર્મ અને ઇસ્લામધર્મ એ ત્રણેયને સર્વગ્રાહી વિચાર કરતાં એમ કહી શકાય કે આધ્યાત્મિક અનુભવની બાબતમાં શીખધર્મ હિંદુધર્મની વધુ સમીપ છે, જ્યારે અન્ય બાબતમાં શીખધર્મને ઇસ્લામ ધર્મ સાથે વધુ નિકટતા છે. 8. હિબ્રધર્મ-ખ્રિસ્તી ધર્મ : હિબ્રધર્મ ખ્રિસ્તી ધર્મ 1. સ્થાપક મેઝીઝ જિસસ 2. ધર્મ સ્વરૂપ : મૂળ ધર્મ સુધારકધર્મ 3. પ્રસાર : સ્થાનીય સર્વત્ર 4. ધર્મગ્રંથ : જૂને કરાર જૂને તથા ના કરાર 5. ઈશ્વર : એક પરમ પવિત્ર ઈશ્વર ત્રિસ્વરૂપ એકેશ્વરવાદ 6. જીવ : ઈશ્વર સર્જન ઈશ્વર પુત્ર 7. પાપ : ધાર્મિક ક્રિયાભંગ એ પાપ નૈતિક સિદ્ધાંતને ભંગ એ પાપ 8. પાપ-વિમોચન માર્ગ : ઈશ્વરકૃપા ઈશ્વરકૃપા, સ્વપ્રયત્ન 9. મોક્ષ : પવિત્ર જીવન માં પવિત્ર જીવન 10. મોક્ષપ્રાપ્તિ માર્ગ : ધર્મનિયમ આચરણ ઈશ્વરકૃપા સ્વપ્રયત્ન 11. કર્મકાંડ : વધારે પડતે ભાર એવું નહીં 12. જગત : સત્ય-ઈશ્વર સર્જન સત્ય-ઈશ્વર સર્જન જનધર્મ અને બૌદ્ધધર્મની જેમ ખ્રિસ્તી ધર્મ પણ હિબ્રધર્મમાંથી ઉદ્ભવ્ય છે, પરંતુ તેમની જેમ ખ્રિસ્તી ધર્મ એના મૂળ ધર્મની સાથે સંપૂર્ણ વિરોધી ન બનતા, વિચલક નહીં પરંતુ સુધારક ધર્મ તરીકે આગળ આવ્યો છે. હિધર્મના મુકાબલે ખ્રિસ્તી ધર્મને પ્રસાર અને વિસ્તરણ ખૂબ વ્યાપક રહ્યું છે. હિબ્રધર્મ ખ્રિસ્તી ધર્મના સ્થાપક જિસસને મસીયા તરીકે સ્વીકાર કરતે ન હોવા છતાં, ખ્રિસ્તી ધર્મના ધર્મગ્રંથમાં હિબ્રુધર્મના “જૂના કરારને સમાવેશ થાય છે. હિબ્રધર્મની ઈશ્વર કલ્પના એકેશ્વરવાદની છે. આ એકેશ્વરવાદની કલ્પનાને વિકાસ હિબ્રધર્મમાં કેવી રીતે થયે એને વિચાર એ ધર્મની વિચારણા કરતી વખતે કરવામાં આવ્યું છે. ખ્રિસ્તી ધર્મમાં એવા નિર્ગુણ એક ઈશ્વરને નહીં પરંતુ ત્રિસ્વરૂપી એક ઈશ્વરને સ્વીકાર કરવામાં આવે છે અને એથી ધર્મ અનુયાયીની