________________ 382 ધર્મોનું તુલનાત્મક અધ્યયન કરીશું કે ઇસ્લામ અને શીખ ધર્મમાં ક્યા મહત્ત્વના તફાવત છે, તથા જે પ્રકામાં એમની વચ્ચે સમાનતા છે તે એક સરખી છે કે વિવિધ પ્રકારની છે. શીખધર્મના સ્થાપક ગુરુ નાનક અને ઇરલામધર્મના સ્થાપક મહમન્ના વ્યક્તિગત જીવનને જે ખ્યાલ આપણે પ્રાપ્ત કર્યો છે, એ પરથી એક બાબત સ્પષ્ટ થશે કે નાનકનું ઘડતર અને ચારિત્ર્ય વિશિષ્ટ પ્રકારનું હતું, અને છતાંય મહમદના, એમના ધર્મ દ્વારા અપાયેલા, બોધની અસર નાનક પર બહુ સ્પષ્ટપણે પડી હતી. બે ધર્મો જુદા છે એથી એ બંનેનાં ધર્મશાસ્ત્રો અલગ હોય એ સમજી શકાય એવી બાબત છે. પરંતુ ધર્મશાસ્ત્ર અંગે ઈસ્લામ અને શીખ ધર્મ વચ્ચે જે સમાનતા છે તે એ કે મહમદના પિતાના સમયમાં કુરાનની રચના થઈ ન હતી, અને એ જ પ્રમાણે ગુરૂ નાનકના સમયમાં ગ્રંથસાહેબની રચના થઈ ન હતી. આ બંને ધર્મ-સંસ્થાપકેના દેહવિલય પછી જ એમણે ઉપદેશેલા ધાર્મિક બોધને એમના ધર્મના ધર્મશાસ્ત્રમાં સમાવેશ કરવામાં આવ્યો. . શીખધર્મ અને ઇસ્લામધર્મ વચ્ચે જે કોઈ અતિ મહત્ત્વને સમાન વિચાર હોય તે તે પરમતત્વને છે. સૃષ્ટિનું પરમતત્ત્વ એક છે અને તેને આશ્રય અને શરણુ બધાએ જ સ્વીકારવું જોઈએ, એની ભારપૂર્વક રજૂઆત જેમ -ઈસ્લામમાં કરવામાં આવી છે તેમ શીખધર્મમાં પણ કરવામાં આવી છે, એકેશ્વર વાદની બાબતમાં ઇસ્લામ કે શીખ ધર્મ કેઈપણ પ્રકારની બાંધછોડ કરતા નથી અને છતાં પરમતત્વને માટે ઇસ્લામ સમાન પ્રકારને જ શબ્દ-પ્રયોગ કાયમ કરે છે અને એને અલ્લાહ, ખુદા કે રહીમ તરીકે પુકારે છે. કોઈપણ ઈતર ધર્મના પરમ તત્વના નામને શબ્દ પિતાના પરમતત્ત્વને માટે વાપર્યો હોય તે તે માત્ર શીખધર્મો. પરમતત્વનું વર્ણન ન કરી શકાય પરંતુ એનું નામાભિધાન તે શક્ય છે અને પરમતત્ત્વ જે ખરેખર પરમતત્ત્વ જ હોય તે એને શેક્સપિયર કહે છે તે અનુસાર નામમાં શું ?" તેમ ગમે તે નામે સંબોધી શકાય. આથી શીખધર્મમાં પરમતત્વના સંબોધનનાં અનેક નામે છે. આમ તે ઘણું ધર્મોમાં પરમતત્વને ઉબેધવાને માટે એક કરતાં વધારે નામોને ઉપયોગ થાય છે, પરંતુ એ બધાં પિતાના જ ધર્મના, - શીખધર્મની જેમ વિવિધ ધર્મોનાં નામે નહીં. એ જ રીતે મોક્ષ અને મોક્ષપ્રાપ્તિની બાબતમાં ઇસ્લામ અને શીખ ધર્મ વચ્ચે મહત્ત્વનો તફાવત છે. હિંદુધર્મની સાથે શીખધર્મની એ બાબતમાં સમાનતા છે કે મોક્ષની અવસ્થાને તે બ્રહ્મજ્ઞાન તરીકે અથવા બ્રહ્મએકત્વ તરીકે વર્ણવે છે. ઇસ્લામમાં મોક્ષની આવી કઈ અવસ્થાને રવીકાર થયેલ નથી. એમાં તે ન્યાયના