________________ ધર્મ-યુગલ-જૂથ તુલના 383 દિવસને વિચાર રજૂ થયો છે અને ન્યાયના દિવસે પણ પ્રત્યેક જીવને સંપૂર્ણ છૂટકાર થશે એવું કહેવાયું નથી. મોક્ષના વિચારની બાબતમાંના આ તફાવત ઉપરાંત મોક્ષની પ્રાપ્તિ માટેના ઇસ્લામ અને શીખ ધર્મના માર્ગો સમાન લાગે એ સંભવિત છે. કારણકે એ બંને ધર્મોમાં નામજપ પર અને ધર્મનિષ્ઠ જીવન પર ભાર મૂક્વામાં આવ્યા છે. પરંતુ એ સાથે એ નોંધવું જોઈએ કે જીવનની ઉચ્ચતર અવસ્થા પ્રાપ્ત કરવા માટે ઇસ્લામ જ્યારે અલ્લાહના શરણનો વિચાર મૂકે છે ત્યારે શીખધર્મ ગુરુશરણની વાત મૂકે છે. શીખધર્મમાં “ગુરુ ને પ્રયોગ અલ્લાહના સમાનાર્થી તરીકે થતો નથી અને એથી બ્રહ્મએકત્વની પ્રાપ્તિના પ્રયાસમાં ગુરુના શરણને સ્વીકાર એટલે કોઈ માર્ગદર્શકને આધાર એ થાય છે. ઇસ્લામધર્મમાં અલ્લાહના શરણ સિવાય અન્ય કેઈન શરણની વાત સ્વીકારાઈ નથી, જ્યારે અહીંયાં ગુરુશરણનો વિચાર રવીકારાય છે. કર્મના સિદ્ધાંતની બાબતમાં ઇસ્લામ અને શીખ ધર્મ વચ્ચે સમાનતા પ્રવર્તે છે. પરંતુ એ સમાનતા માત્ર સિદ્ધાંત સ્વીકાર પૂરતી પરિમિત નથી. એના તાત્પર્યાની બાબતમાં પણ એ બેની વચ્ચે સમાનતા છે. ઇસ્લામમાં કિસ્મતવાદનું પ્રાધાન્ય છે અને શીખધર્મમાં એને અનુરૂપ પ્રારબ્ધવાદનું પ્રાધાન્ય છે. આ બાબતમાં હિંદુધર્મમાં કર્મ સિદ્ધાંતને સ્વીકાર થયેલ હોવા છતાં, આ બંને ધર્મોથી હિંદુધર્મ અલગ પડે છે. એની રજૂઆત શીખધર્મની હિંદુધર્મ સાથેની તુલના વખતે આપણે કરી. ઇસ્લામ અને શીખધર્મ બંનેમાં જે સર્વોપરી તત્ત્વનો સ્વીકાર થયે છે, એ સર્વોપરી તત્વ સર્વોપરી સત્તાના અર્થમાં છે. એ સર્વોપરી સત્તાનું પ્રાબલ્ય એટલું છે કે એમની ઇચ્છા વિના કંઈ જ નીપજતું નથી એવો દઢ ખ્યાલ ઇસ્લામ અને શીખ ધર્મ બંનેમાં પ્રવર્તે છે. માનવી જે કંઈ કરે છે એ પરમ સત્તાના આદેશ અનુસાર કરે છે અને એ સત્તાથી અલગ એવી કોઈ કાર્ય સ્વતંત્રતા એમને નથી. પરમતત્તવની સર્વોપરી સત્તાના સ્વીકારની સાથે જીવની સ્વતંત્રતાનો જ્યારે અસ્વીકાર કરવામાં આવે ત્યારે એમાંથી પ્રારબ્ધવાદ જન્મે છે. - જગતના ખ્યાલ વિશે પણ ઈસ્લામ ધર્મ અને શીખધર્મ વચ્ચે મહત્ત્વનો ફેર છે. ઇસ્લામમાં જગતને અલ્લાહના સર્જન તરીકે સત્ય સ્વીકારવામાં આવે છે. જગત ભેગ માટે છે અને એથી એનું અસ્તિત્વ વ્યક્તિના વિકાસમાં અવરોધક લેખવામાં આવતું નથી. શીખ ધર્મમાં જગતને તુચ્છ તરીકે વર્ણવીને એને કઈ મહત્ત્વ આપવામાં આવતું નથી.