________________ 385 ધમ-યુગલ-જૂથ તુલના જે ધાર્મિક ભાવના સગુણ ઈશ્વર સ્વરૂપમાં સંતોષાય છે એ ખ્રિસ્તી ધર્મમાં પરિપૂર્ણ થાય છે, જ્યારે હિબ્રધર્મમાં એમ થતું નથી. હિબ્રધર્મમાં ક્રિયાકાંડ પર ભાર મૂકવામાં આવે છે અને ધાર્મિક વિધિના ભંગને પાપ સમાન મનાય છે. એથી ઊલટું ખ્રિસ્તી ધર્મમાં નૈતિક સિદ્ધાંતને આધાર સ્વીકારવામાં આવ્યું છે અને એ અનુસારનું આચરણ આદેશવામાં આવ્યું છે. એવા નૈતિક સિદ્ધાંત પર પ્રસ્થાપિત થયેલા આદેશોને ભંગ કરવાથી પાપ નીપજે છે, અને છતાં એ પાપનું વિમોચન પણ થઈ શકે છે, અને એ વિમેચનના માર્ગ તરીકે હિબ્રધર્મ જ્યારે માત્ર ઈશ્વરકૃપાનો સ્વીકાર કરે છે ત્યારે ખ્રિરતીધર્મ ઈશ્વરકૃપા ઉપરાંત પ્રયત્ન ઉપર પણ ભાર મૂકે છે. આમ, આપણે જોઈશું કે હિબ્રધર્મ અને ખ્રિસ્તી ધર્મ વચ્ચે ઘણાં સમાન તત્ત્વ છે. એ બે ધર્મોને સંબંધ મૂળ અને ઉદ્દભવેલાને હોવા છતાં જે પ્રક્રિયા આપણે હિંદુધર્મ અને બૌદ્ધધર્મના સંબંધમાં, અથવા તે હિંદુધર્મ અને જૈન ધર્મના સંબંધમાં અવલોકી એવી પ્રક્રિયા અહીંયાં નીપજ નથી. હિંદુધર્મે બૌદ્ધધર્મનાં મહત્ત્વપૂર્ણ અંગોને રવીકાર કરીને બૌદ્ધધર્મને દેશવટો દીધો એવું કંઈ હિબ્રધર્મ કરી શકી નથી, અથવા તે દીર્ઘ કાલના સહઅસ્તિત્વને પરિણામે જે મૂળગામી ફેરફાર હિંદુધર્મ જૈનધર્મમાં દાખલ કરાવી શકો એવા કેઈ ફેરફાર હિબ્રધર્મ ખ્રિસ્તી ધર્મમાં દાખલ કરાવી શક્ય હોય એમ માલૂમ પડતું નથી. મૂળ અને ઉદ્ભવેલા ધર્મોના સંબંધની પ્રક્રિયા ઉપરાંત જે એક ત્રીજી પ્રક્રિયા આપણને જોવા મળી તે શીખધર્મમાં બે ધર્મોના દીર્ધકાલના અસ્તિત્વને પરિણામે સમન્વયકારી ત્રીજા ધર્મને ઉદ્ભવ થશે. હિબ્રધર્મના અને ખ્રિસ્તી ધર્મના સહઅસ્તિત્વથી ભવિષ્યમાં આવો કઈ સમન્વયકારી ધર્મ ઉદ્ભવ પામશે ખરો ? અહીંયાં આપણે ધર્મ જૂથ કે ધર્મયુગલની તુલનાત્મક વિચારણા કરી. આવી રીતે બીજા અનેક ધર્મોની પણ તુલનાત્મક વિચારણું કરી શકાય. પરંતુ એ બધી શક્યતાઓને અહીંયાં સમાવેશ કર્યો નથી - એ ધર્મો અગત્યના નથી એટલા માટે નહીં, એમની વચ્ચે તુલના થઈ શકે નહીં એટલા માટે નહીં, પરંતુ એમને વિશે મહત્વના મુદ્દાઓનું સ્પષ્ટીકરણ તેમ જ તુલનાત્મક બાજુઓનો પણ બીજા વિભાગમાં ઉલ્લેખ કરી લેવામાં આવ્યું છે તેથી. ધર્મ 25