________________ ધર્મનું ભાવિ 387. આપણું અત્યાર સુધીના ધર્મ અભ્યાસે કેટલીક અગત્યની બાબતે પર પ્રકાશ ફેંક, અને આપણે એ જોઈ શકયા છીએ કે પ્રત્યેક ધર્મની વિશિષ્ટતા હોવા છતાં, દરેક ધર્મનું અલાયદું નામ-રૂપ હોવા છતાં, પ્રત્યેક ધર્મમાં એવા મહત્વનાં તો છે, જેને સમાન તરીકે સ્વીકારી શકાય. ધર્મોના તુલનાત્મક અધ્યયનને નિષ્કર્ષ એ જ છે કે ધર્મોની જુદાઈમાંથી, એમાં પ્રાપ્ત થતી સાર્વત્રિક રવરૂપની સમાનતાને અવકી, એ સમાનતાના પાયા પર, કઈ ભાવિ ધર્મની રચના થઈ શકે એમ છે કે કેમ એને વિચાર કરે. આથી ત્રીજા વિભાગના આ છેલ્લા પ્રકરણમાં, આપણે શરૂઆતમાં પ્રવર્તમાન ધર્મની વિશિષ્ટતાઓ તારવવા પ્રયાસ કરીશું, અને ત્યાર બાદ સામાન્ય રીતે જેને ધર્મના કટ્ટર વિરોધી તરીકે રવીકારવામાં આવે છે એ સામ્યવાદ પણ, આ વિશિષ્ટતાઓને અનુલક્ષીને, ધર્મજૂથમાં સમાવિષ્ટ થઈ શકે એમ છે કે કેમ, એની વિચારણા કરીશું. આ બધી વિચારણને પરિણામે ભાવિ ધર્મના પાયા પ્રાપ્ત કરવાને આપણે પ્રયાસ રહેશે. આવા પાયાને ખ્યાલ પામ્યા પછી, એવા પાયા ઉપર કોઈ ઇમારત રચવાને પ્રયાસ થયો છે કે કેમ એ જાણવાની જિજ્ઞાસાએ, ધર્મ સમન્વયના થયેલા વિવિધ પ્રયાસને ઉલ્લેખ કરીશું. એમ કરીને ભાવિ ધર્મનું જે કંઈ દિશાસૂચન પ્રાપ્ત થઈ શકે એ પ્રાપ્ત કરવા કટિબદ્ધ બનીશું. આ છે આ ગ્રંથના છેવટના વિભાગના છેવટના ભાગમાં આપણે હાથ ધરવાના પ્રશ્નોની રૂપરેખા. 1. પ્રવર્તમાન ધર્મોની વિશિષ્ટતાઓ : બીજા ભાગમાં આપણે જગતના પ્રવર્તમાન ધર્મોની તુલનાત્મક રૂપરેખા રજૂ કરી. એ ઉપરથી આપણે એ જોઈ શક્યા છીએ કે પ્રત્યેક ધર્મ એના પુરગામી આદિમ ધર્મથી જુદા સ્વરૂપને થયેલ છે. પ્રત્યેક ધર્મને એક પશ્ચાદભૂ છે અને એને અનુલક્ષીને જે તે ધર્મે એક અવસ્થામાંથી બીજી અવસ્થા તરફ પ્રયાણ કર્યું છે. આપણે એ પણ જોયું કે ધર્મોની વિવિધતામાં પણ, પ્રત્યેક ધર્મમાં એવાં અંગે છે, જે બીજા ધર્મોમાં પણ કયાં છે તે જ રવરૂપે યા અન્ય સ્વરૂપે રજૂ થાય છે. આદિમ જાતિના ધર્મની આપણે અહીંયાં વિશિષ્ટરૂપે રજૂઆત કરી નથી છતાં પણ ઇતિહાસ દૃષ્ટિએ ધર્મના બદલાતા સ્વરૂપની વિચારણા વખતે જે આકૃતિ (પાન 16) આપી છે એના પરથી આદિમ જાતિના વિવિધ ધર્મ પ્રકાર ક્યા છે એને ખ્યાલ