________________ ધર્મનું ભાવિ 31 સ્વીકારાયું. જે વ્યવહાર મારા જૂથની કે મારી જાતિની વ્યક્તિના સંબંધમાં ગેરવાજબી છે, એ જ વ્યવહાર અન્ય જૂથ કે જાતિની વ્યક્તિના સંબંધમાં પણ ગેરવાજબી જ છે એમ મનાતું થયું. ખએકેશ્વરવાદ : બીજા વિભાગમાં ધર્મોની આપેલી રૂપરેખામાં આપણે એ જોયું કે કેટલાક ધર્મો દૈવતને સ્વીકાર કરતા નથી, બાકીના અન્ય ધર્મો જે દેવતને સ્વીકાર કરે છે એમાં કેટલાક એક કરતાં વધારે તને સ્વીકારે છે. આમ છતાં જે તે ધર્મની વિચારણું વખતે આપણે એ પણ જોયું છે કે જે ધર્મોમાં દૈતવાદ, સર્વેશ્વરવાદ કે અનેકેશ્વરવાદના પ્રવાહ જોઈ શકાય છે તે ધર્મો પણ તેમના સમગ્ર આલેખનમાં એકેશ્વરવાદી જ છે. આ એકેશ્વરવાદની ભાવના માત્ર ઈશ્વર સંબંધિત નહીં, પરંતુ સૃષ્ટિ સંબંધિત પણ છે. સમસ્ત સૃષ્ટિ જે એક હોય તે જાતિઓ ભિન્ન કઈ રીતે હોઈ શકે ? વળી સૃષ્ટિમાં તુટક તુટક બનતા બને અલગ અલગ દેવને કારણે નથી, પરંતુ સમગ્ર સૃષ્ટિને ક્રમ એક જ પરમતત્વ આધારિત છે. એ સ્વીકાર માનવ સંસ્કૃતિના ઉચ્ચતર સ્તરે જ સંભાળે છે. વ્યક્તિજીવન સંચાલન અને સૃષ્ટિ-વ્યવહાર સંચાલન નિયમ એકમેકથી અલગ નથી પરંતુ એક પરમતત્વની ભાવનામાંથી એ નિષ્પન્ન થાય છે, અને એથી એક જ દેવીતત્વ સૃષ્ટિના સર્જન, સંચાલન અને સમાપ્તિનું કારણ હોઈ શકે. આ એક એવી વિશિષ્ટતા છે જે આદિમ જાતિના માનવીમાં સંભવી શકે નહીં. પ્લેટોએ કહ્યું છે કે જે દેવ અનિષ્ટ કરે છે તે દેવ નથી. આદિમ જાતિને દેવ એ કલ્પવામાં આવેલું તે જાતિને માટે ઈષ્ટ કરે અને સાથે જ અન્ય જાતિનું અહિત પણ કરે. સાચી દેવભાવના નૈતિક ભાવનાથી વિમુખ હોઈ શકે નહીં. સંપૂર્ણ ઈશ્વર ભાવનામાં દેવભાવના અને નૈતિક ભાવનાનું સુગ્ય સામંજસ્ય રથપાયેલું હેવું જોઈએ. જગતનું પરમતત્વ અને જગતમાં પ્રવર્તત ચાલક સિદ્ધાંત અને જગતને નૈતિક કાયદે એકમેકથી વિરુદ્ધ હોઈ શકે ન4િ. આદિમ માનવીને ધર્મ, આ વિરોધના સ્વીકાર પર આધારિત હતો. સુસંસ્કૃત માનવીને ધર્મ આ ત્રણેયના એકરાગિતા પૂર્વકના સંબંધ પર આધારિત છે. એકેશ્વરવાદની ભાવનાએ ધર્મમાં વિવિધ સંપ્રદાયો અર્યા છે. ધાર્મિક અનુભવની અનુભૂતિ માટે નિર્ગુણ સ્વરૂપને એક ઈશ્વર સંતોષ આપી શકે નહીં, એક ઈશ્વરના પરમતત્વની ભાવના જ્ઞાન સિવાયના અન્ય માર્ગોથી પ્રાપ્તિ થઈ શકે નહિ, એ બધી બાબતે મહત્ત્વની હોવા છતાં, અહીંયાં આપણે એની વિગતમાં