________________ 380. ધર્મનું તુલનાત્મક અધ્યયન થયે છે એમ નહીં, પરંતુ એવો પ્રયાસ બ્રહ્મોસમાજના સ્થાપક રાજા રામમોહન રેયના હાથે પણ થયું છે એ આપણે હિંદુધર્મની વિચારણુ વખતે જોયું છે. એ જ રીતે જીવના ખ્યાલમાં, હિંદુધર્મ અને શીખધર્મ વચ્ચે મહત્વનો ભેદ છે. ઈસ્લામધર્મની જેમ શીખધર્મ જીવને સત્ય તરીકે સ્વીકારે છે અને એને બ્રહ્મના આવિર્ભાવ તરીકે સ્વીકારતો નથી. ધાર્મિક વિધિ વિશે પણ શીખધર્મ અને હિંદુધર્મમાં આવો જ તફાવત છે. હિંદુધર્મમાં વ્યાવહારિક સત્તાની કક્ષાએ વિધિ પ્રકારનો સ્વીકાર કરવામાં આવ્યો છે, પરંતુ શીખધર્મમાં વિધિનો, તપશ્ચર્યાને તથા કર્મકાંડને સંપૂર્ણ અભાવ છે, એટલું જ નહીં પણ એનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. આ બાબતમાં પણ શીખધર્મ ઇસ્લામધર્મની વધુ નજીક છે. બીજું, એક ક્ષેત્ર કે જેમાં હિંદુધર્મ અને શીખધર્મ વચ્ચે તફાવત છે તે હિંદુધર્મના વર્ણધર્મ સ્વીકારને અને શીખધર્મના વર્ણધર્મ વિરોધને. પ્રભુના સાનિધ્યમાં સર્વ જીવ સમાન છે એ આધારે શીખધર્મમાં માનવ-માનવ વચ્ચેના કેઈપણ ભેદનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. માનવ સમાનતાને આ આદર્શ ઇસ્લામમાં પ્રાપ્ત થાય છે અને શીખધર્મમાં આને સંપૂર્ણ સ્વીકાર થયો છે. આમ, આપણે જોઈશું કે અનેક બાબતોમાં શીખધર્મ હિંદુધર્મ કરતાં ઈસ્લામ ધર્મની વધુ સમીપ છે, અને છતાં કેટલીક બાબતોમાં શીખધર્મ હિંદુધર્મની વધુ સમીપ છે. આવા સમાન ક્ષેત્રમાં મેક્ષના વિચારની રજૂઆત કરી શકાય. હિંદુધર્મ તેમ જ શીખધર્મમાં મોલ અવસ્થાને સમાન સ્વીકાર છે. બ્રહ્મજ્ઞાન કે બ્રહ્મએકત્વમાં મોક્ષની પ્રાપ્તિ છે એમ બંને સ્વીકારે છે. ઈશ્વર એક્યના આ રહસ્યવાદી ( mystical) અનુભવનું ધર્મમાં અગત્યનું સ્થાન છે. જે જે ધર્મોએ ઈશ્વર અને જીવ અલગ કહ્યાં છે તે ધર્મોમાં પણ એક તબકકે જીવ-ઇશ્વર ઐક્ય ભાવના દાખલ થઈ છે, અને તે દ્વારા વિશિષ્ટ પ્રકારની જીવની આધ્યાત્મિક જરૂરિયાત સંતોષવામાં આવી છે. જીવ-ઈશ્વરના એકત્વની આ અનુભૂતિ વિવિધ પ્રકારે થયેલી આલેખવામાં આવે છે અને આવી અનુભૂતિના આધારે એક ધર્મ બીજા ધર્મની વધુ સમીપ આવે છે. પરંતુ, આ બ્રહ્મએકત્વની અનુભૂતિ પ્રાપ્ત કરવાના માર્ગોમાં હિંદુધર્મ જ્ઞાન, ભક્તિ અને કર્મનો સમાવેશ કરે છે, ત્યારે શીખ ધર્મમાં સતનામ જપને સ્વીકાર થયેલ છે. જપનું સ્થાન હિંદુધર્મમાં પણ સ્વીકારાયું છે પરંતુ તે વિશેષ કરીને ભક્તિ માર્ગમાં. જ્યારે ઈસ્લામમાં જપનું વિશિષ્ટતાપૂર્વકનું સ્થાન છે કારણકે એ ધર્મ અનુસાર જીવે અલ્લાહનું શરણ સ્વીકારવાનું છે અને એથી મોક્ષની