________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન વિચારણાની ગડમથલમાં પડતા નથી. અને આમછતાં, ધાર્મિક લાગણીને અતિ જરૂરી એવી દેવભાવના આ બંને ધર્મોમાં પાછળથી પ્રવેશે છે, અને જૈનધર્મમાં મહાવીરને, અને બૌદ્ધધર્મમાં બુદ્ધને દેવસ્થાને સ્થાપવામાં આવે છે. જૈનધર્મ અને બૌદ્ધધર્મ બંને, હિંદુધર્મના વિરોધી હાઈ બંનેમાં હિંદુધર્મના ધર્મશાસ્ત્રોને સ્વીકાર થતું નથી, અને એથી એ બંને ધર્મો માટે પિતાના આગવાં ધર્મશાસ્ત્રો આપવાની જરૂરિયાત ઉપસ્થિત થઈ હતી. ઈશ્વરને ખ્યાલ આ શાસ્ત્રોમાં રજૂ કરવામાં ન આવ્યો હોવા છતાં, પ્રમાણ તરીકે શાસ્ત્રોની અગત્ય આ બંને ધર્મોએ સ્વીકારી એ સ્પષ્ટ થાય છે. જે શાસ્ત્રપ્રમાણુ હિંદુધર્મમાં એમણે સ્વીકાર્યું નહીં, એવું શાસ્ત્ર-પ્રમાણ એમના ધર્માનુયાયીઓ એમના ધર્મગ્રંથ માટે સ્વીકારે એવી રજૂઆત એમના તરફથી થઈ. અનિષ્ટ અથવા પાપની સમસ્યાની વિચારણા આપણે અન્યત્ર કરી છે. અહીંયાં એ સેંધવું જોઈએ કે પાપનાં કારણ તરીકે ત્રણેય ધર્મો વિશિષ્ટ પ્રકારની રજૂઆત કરે છે. હિંદુધર્મની દૃષ્ટિએ બ્રહ્મ સ્વરૂપનું અજ્ઞાન સર્વ અનિષ્ટોના મૂળમાં છે—જે અનિષ્ટ હોય છે. જ્યારે જૈનધર્મમાં માનવીય દેવ સર્વ પાપનું મૂળ છે અને બૌદ્ધધર્મમાં તૃષ્ણ એ અનિષ્ટનું મૂળ છે. હિંદુધર્મ જ્યારે જ્ઞાનપ્રાપ્તિ પર ભાર મૂકે છે, ત્યારે જૈનધર્મ તપશ્ચર્યા પર ભાર મૂકે છે અને બૌદ્ધધર્મ તૃષ્ણાના ત્યાગ પર ભાર આપે છે. આમ, આપણે જોઈ શકીશું કે બૌદ્ધધર્મ મનની આકાંક્ષા પર, જૈનધર્મ દેહના કાર્ય પર અને હિંદુધર્મ જ્ઞાન ઉપર ભાર આપે છે. સૃષ્ટિ વિશેને ખ્યાલ તત્ત્વજ્ઞાનને વિષય હોવા છતાંય ધર્મમાં એ વિષય એ રીતે અગત્યને બને છે કે ઈશ્વર પરમસત્ય હોય અને એ જે સર્વ સત્તાધારી હોય તે એ સર્વ સર્જક પણ હોવા જ જોઈએ, અને એથી જગત એનું સર્જન છે એમ કહેવું જોઈએ. હિંદુધર્મમાં સંપૂર્ણ અદ્વૈતની સ્થિતિમાં બ્રહ્મ સિવાય અન્ય કંઈને સ્વીકાર કરવામાં આવતો નથી અને એથી જેમ જીવ એ બ્રહ્મને આવિર્ભાવ છે, એ જ પ્રમાણે જગત પણ બ્રહ્મને આવિર્ભાવ છે, અને એથી બ્રહ્મજ્ઞાનની દૃષ્ટિએ જગત અને જીવનું સ્વતંત્ર અસ્તિત્વ અસત્યરૂપ છે. એ લક્ષ્યમાં લેવાવું જોઈએ કે બૌદ્ધધર્મ પણ જીવ અને જગત બનેને અસત્ય તરીકે લેખે છે. પરંતુ જે કારણસર એ આ બંનેને અસત્ય લેખે છે, તે હિંદુધર્મના કારણ કરતાં ભિન્ન છે. બૌદ્ધ તત્ત્વજ્ઞાનમાં શુન્યવાદ અને ક્ષણવાદને સ્વીકાર થયું છે. આ આધારે જીવ અને જગત બંને ક્ષણિક છે અને એથી અસત્ય છે. આમ હિંદુધર્મમાં જીવ અને જગત બંને અસત્ય હોવા છતાં બ્રહ્મ સત્ય છે એમ સ્વીકારાય છે, ત્યારે બૌદ્ધધર્મમાં