________________ ધર્મ-યુગલ-જૂથ તુલના 371 અલગ રીતે થયો છે, એમના ઉપદેશો ભિન્ન રહ્યાં છે, એમણે પ્રબંધેલી જીવનપ્રણાલી અલગ અલગ રહી છે અને એમણે આપેલા ઉપદેશને આધાર પણ જુદો રહ્યો છે. જૈનધર્મ દૈતવાદી છે, જ્યારે બૌદ્ધધર્મ શુન્યવાદી છે અને એથી એમના જીવ અને જગતના વિચારોમાં એટલી ભિન્નતા રહેલી છે. ગૌતમ બુદ્ધ બૌદ્ધદર્શન પામ્યા એ પહેલાં, જે પ્રક્રિયામાંથી તેઓ પસાર થયા એમાં એમણે એટલું પ્રાયશ્ચિત્ત કર્યું કે દેહ કષ્ટ યા બાહ્ય તપશ્ચર્યા, જીવનધ્યેયની પ્રાપ્તિમાં સહાયક બને એમ નથી, એવી પ્રતીતિ એમને થઈ. આ માત્ર એમને બેધ હતું એમ નહીં પરંતુ એમના પિતાના અનુભવમાં સિદ્ધ કરેલી હકીક્ત હતી, અને એથી જ્યારે જૈનધર્મમાં તપશ્ચર્યા પર અપાર ભાર મૂકવામાં આવે છે ત્યારે બૌદ્ધધર્મ માં એવો કઈ ભાર મૂકવામાં આવતો નથી. જૈનધર્મમાં તપશ્ચર્યા પર જે અતિ ભાર મૂકવામાં આવે છે એ જ કારણને લીધે કદાચિત તે ધર્મ હિંદુસ્તાનની બહાર પ્રસરી શક્યો નહિ હોય. માનવીનું ઘડતર એવું છે, કે એને દેહ, બુદ્ધિ, હૃદય એ ત્રણેયના સંતેષની જરૂરિયાત હોય છે. જે કોઈ ધર્મ આ ત્રણમાંથી ગમે તે એકને સદંતર ઈન્કાર કરે એ ધર્મ ક્યાં છે. મર્યાદિત અનુયાયીઓ પૂરત જળવાઈ રહે, અથવા તે બાહ્યાચારમાં અટવાઈ પડે. બૌદ્ધધર્મની શરૂઆતની કક્ષાએ જ એનું સ્વરૂપ પલટાતું થયું અને હિનયાન અને મહાયાન એવા એ ધમના બે ફાંટા પડ્યા. જે પરિસ્થિતિ નધર્મની થઈ લગભગ એવી જ બૌદ્ધધર્મના હિનયાન માગની થઈ આ બંને પ્રકારો વિશે જે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવામાં આવે તે ધર્મપ્રસારનાં અવરોધક બળનો કદાચ ખ્યાલ પામી શકાય. જૈનધર્મ અને બૌદ્ધધર્મમાં જે ત્યાગની વાત છે એ, એકમાં “વાસનાની' અને બીજામાં “તૃષ્ણાની”. વાસના એ દૈહિક છે અને તૃષ્ણ માનસિક છે. દૈહિક વાસનાને તપશ્ચર્યાપૂર્વક બળથી સામનો કરવામાં આવે તો પણ મનને વાસનાભાવ તૃષ્ણા શું નાબૂદ થશે જ? એથી ઊલટું મનની તૃષ્ણા જ કાબૂમાં લેવામાં આવે તે દેહને વાસનાભાવ આપોઆપ અદશ્ય થાય. બુદ્ધને આ વિચાર મનોવૈજ્ઞાનિક પાયા પર રચાયેલું છે, જ્યારે જનધર્મને આ વિચાર બાહ્યાચાર પર આધારિત છે. આથી બૌદ્ધધર્મમાં માનસિક તૃષ્ણના ઉવકરણની વાત છે અને જેમ જેમ મનનું ઊર્વાકરણ થતું જાય તેમ તેમ તૃષ્ણ નિમ્ળ થતી જાય અને દૈહિક વાસના આપોઆપ અદશ્ય થાય. એથી ઊલટું, જે દેહવાસનાને તપશ્ચર્યાના બળથી દબાવવામાં આવે, તે એ સંભવ છે કે ધર્મ અનુયાયીના ભયને લીધે, કે આદેશના