________________ 374 ધર્મોનું તુલનાત્મક અધ્યયન આ જ પ્રમાણે મુક્તિ અને મુક્તિ-પ્રાપ્તિના માર્ગ વિશે પણ આ બે ધર્મોમાં તફાવત છે. ખ્રિસ્તી ધર્મ પાપ-નિવારણ પર ભાર મૂકે છે અને આમ કરીને એને ઝોક ઈષ્ટ આચરણ અથવા નિયમપાલન તરફ વધારે હોય એમ વર્તાય છે. હિંદુધર્મમાં બ્રહ્મએકત્વની અવસ્થાની પ્રાપ્તિ, જે જ્ઞાનને પરિણામે પ્રાપ્ત થાય, અથવા તે ભક્તિમાર્ગે કે કર્મને માર્ગે પ્રાપ્ત થાય છે, તેના પર ભાર મૂકાય છે. મનુષ્ય-સ્વભાવનાં વિવિધ અંગોને લક્ષમાં રાખીને હિંદુધર્મમાં મુક્તિના માર્ગો સૂચવાયા છે, જ્યારે ખ્રિસ્તી ધર્મમાં આદેશ પાલન, પ્રભુપ્રેમ અને પ્રભુકૃપાને મુક્તિના માર્ગ તરીકે રવીકારવામાં આવ્યા છે. ખ્રિસ્તી ધર્મની કલ્પના એક સત્તાધારી વ્યયસ્થા સાથે સરખાવી શકાય. ઈશ્વર એક એવા સત્તાધીશ છે જેના આદેશનું પાલન કરવામાં આવે તે જ એની કૃપા પ્રાપ્ત થઈ શકે અને તે જ મુક્તિ મળે. આવી સત્તાભાવના (Authoritativeness)નો હિંદુધર્મમાં અભાવ છે, અને એથી જ પરબ્રહ્મ તત્ત્વને પામવા માટે, પિતાની પ્રકૃતિને અનુરૂપ અને અનુકૂળ થઈ પડે એ પ્રકારના વિવિધ માર્ગો આજાયા છે. જીવન વિશે જે કહ્યું એ જગતને વિશે પણ કહી શકાય. ખ્રિસ્તી ધર્મ જગતને અસત્ય તરીકે નહીં, પરંતુ સત્ય તરીકે અને પ્રભુના સર્જન તરીકે સ્વીકારે છે. એટલું જ નહીં પરંતુ એ એમ પણ સ્વીકારે છે કે સૃષ્ટિ એ તે એક એવું સ્થાન છે જ્યાં માનવીને નૈતિક અને આધ્યાત્મિક જીવન જીવવાની તક મળે છે. આ દૃષ્ટિએ ખ્રિસ્તી ધર્મમાં માનવદેહને અને સૃષ્ટિને એગ્ય સ્વીકાર થયેલું જોવામાં આવે છે. સમાજવ્યવસ્થા વિશેના હિંદુધર્મ અને ખ્રિસ્તી ધર્મના ખ્યાલ પણ ભિન્ન છે. હિંદુધર્મની સમાજ-વ્યવસ્થા, એના વર્ણવ્યવસ્થાના ઉપદેશમાંથી સમજી શકાય છે. ખ્રિસ્તી ધર્મમાં માનવ ભ્રાતૃભાવ પર ભાર મૂકી પ્રભુના સામ્રાજ્યને વિચાર કરવામાં આવ્યું છે. માનવ જાતૃભાવ અને પ્રભુનું સામ્રાજ્ય, આદર્શો તરીકે ખરેખર સુંદર છે, પરંતુ વ્યવહારમાં સમાજ-વ્યવસ્થા ક્યા પાયા ઉપર થઈ શકે એને સચોટ ખ્યાલ હિંદુધર્મ આપવા પ્રયાસ કરે છે. એવું બને કે હિંદુ ધર્મની સૂચવાયેલી વર્ણવ્યવસ્થા સામે વાંધો હોય, પરંતુ સમાજ-વ્યવસ્થા માટે સમાજના જૂથની કંઈક વ્યવસ્થા અનિવાર્ય છે એને ઇન્કાર કેમ થઈ શકે ? ખ્રિસ્તી ધર્મમાં દયા, પરોપકાર, પ્રેમ જેવા નૈતિક મૂલ્યો પર સવિશેષ ભાર મૂકવામાં આવે છે. એની સામે હિંદુધર્મમાં જ્ઞાનમૂલ્ય પર વધુ ભાર મુકાય છે. જીવનના સમગ્ર ફલકને આવરી લેવા છતાં, હિંદુધર્મ મુખ્યત્વે જ્ઞાન પ્રાધાન્ય છે,