________________ ધમ -ગુગલ-જૂથ તુલન 5 મુક્તિ: પ્રાપ્તિ માર્ગ : ત્રણ માર્ગે જ્ઞાનમાર્ગ, ઈશ્વર કૃપા, ઈશ્વર માટેના પ્રેમથી ભક્તિમાર્ગ અને કર્મમાર્ગ અને ઈશ્વરદેશના પાલનથી 6. જગત : માયા સ્વરૂપ-અસત્ય પ્રભુનું સર્જન નૈતિક અને આધ્યાત્મિક જીવન જીવવાની તક આપે છે 7. સમાજ વ્યવસ્થા : વર્ણાશ્રમ ધર્મ પ્રભુનું સામ્રાજ્ય, માનવભ્રાતૃત્વ હિંદુધર્મ અને ખ્રિસ્તી ધર્મમાં અગત્યના એવા બધા જ વિમાં તફાવત છે. ખ્રિસ્તી ધર્મની ઈશ્વરની કલ્પના એના ત્રિરવરૂપના વિચારમાં રજૂ થઈ છે. આ ત્રિસ્વરૂપમાં પ્રત્યેક અંશ અલગ અલગ રીતે સ્વીકારાયે છે. હિંદુધર્મ માં પરમ ઈશ્વરની નિર્ગુણ સ્વરૂપે અને ઈશ્વરની ભાવના સગુણ સ્વરૂપે રજૂઆત પામી છે. પરંતુ નિર્ગુણ ઈશ્વર અને સગુણ ઈશ્વર બે ભિન્ન નથી પણ એક જ છે. એ અદ્વૈત ભાવના ઉપર, હિંદુધર્મમાં સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ' એવી જ રીતે જીવ વિચાર વિશે પણ હિંદુધર્મ અને ખ્રિસ્તી ધર્મમાં મૂળભૂત તફાવત છે. જીવ એ બ્રહ્મ-તત્ત્વ કરતાં નિરાળો નથી, અને એથી જીવનું અસ્તિત્વ હેવાં છતાં એનામાં દિવ્યશક્તિ છે, જેનું પ્રત્યક્ષીકરણ એને થઈ શકે. ખ્રિસ્તી ધર્મમાં જીવને પ્રભુના પુત્ર તરીકે સ્વીકારવામાં આવે છે અને તેમ છતાં એ સંપૂર્ણ પણે ઈશ્વર પામી શકે એ સ્વીકાર થયો નથી. ખ્રિસ્તી ધર્મમાં પાછળથી દાખલ થયેલા રહસ્યવાદી વિચારો અને સ્વીકાર કરે છે એ અલગ વાત છે. - જે બ્રહ્મ જ સર્વસ્વ હોય તે અનિષ્ટ માટે કોઈ સ્થાન હોઈ શકે નહિ અને એથી હિંદુધર્મમાં અનિષ્ટને અસત્ય તરીકે ઓળખાવાય છે. ખ્રિસ્તી ધર્મમાં તે અનિષ્ટને સ્પષ્ટ રીતે સ્વીકાર થાય છે. હિંદુધર્મના અનિષ્ટતા અરવિકારને ‘કેટલીક વેળા યોગ્ય રીતે સમજવામાં આવતો નથી. પરમતત્ત્વ એ એક જ હેવાથી અને જીવ અને જગત એના આવિર્ભાવ હેવાથી, એ સત્ય નહિ તે પણ એના અંશરૂપ છે. અનિષ્ટના અનુભવોને હિંદુધર્મ બે રીતે સમજાવવાનો પ્રયાસ કરે છે. એક તે, સમસ્ત વિશ્વ આયોજનમાં અનિષ્ટ એ રીતે નિર્માયું છે કે એને મુકાબલે ઈષ્ટ સમજાય અને ઇષ્ટ પ્રાપ્તિને માટે પ્રયાસ થતો રહે. બીજુ, જગતમાં અનિષ્ટ જેવું કંઈ છે જ નહીં અને જે કંઈ છે તે વધુ ઈષ્ટ કે ઓછું ઇષ્ટ એમ જ ઓળખાવી શકાય.