________________ ધર્મ-યુગલ-જૂથે તુલના 377 દેવભાવનાની આ પ્રબળતા વિશે થોડી રજૂઆત જરૂરી છે. માનવીની વિવિધ જરૂરિયાતમાં આધ્યાત્મિક જરૂરિયાત પણ એક છે. એને સ્વીકાર કેટલાક વિચારકો અને ખાસ કરીને ભૌતિકવાદીઓ તથા માનવતાવાદીઓ કરતા નથી. માનવીને કેટલીક વ્યક્તિગત દૈહિક જરૂરિયાતો ઉપરાંત કેટલીક સામાજિક જરૂરિયાત છે એ સાચું. પરંતુ પ્રત્યેક માનવીને એક યા બીજા સમયે પિતાની આધ્યાત્મિક જરૂરિયાત વર્તાય છે. “વિક સુખની અનેક સગવડો હોવા છતાં, ભૌતિક આનંદને માટેની સંપૂર્ણ સ્થિતિ સર્જાયેલી હોવા છતાં, એની આધ્યાત્મિક ભૂખ કદીક ઊઘડે છે, એને ગૌતમ બુદ્ધ સિવાય બીજો કયે વધુ સારો પ્રત્યક્ષ પુરાવો હોઈ શકે ? પિતાના પુત્રને વિશેની ભવિષ્યવાણી સાંભળીને ગૌતમના પિતાએ તેમની દૈહિક અને ભૌતિક જરૂરિયાત સંતોષવા માટે એટલું બધું ધ્યાન આપ્યું કે એ જ જાણે દુનિયામાં સર્વસ્વ છે એવો ખ્યાલ ગૌતમને આવે અને આમ છતાં, એમનામાં રહેલી આધ્યાત્મિક જરૂરિયાત આ સર્વ વૈભવ અને સુખમાં સંતોષાઈ નહીં. આ સુખ તે એમને દુઃખમય લાગ્યું અને સત્ય સુખની શોધમાં એમણે જ્યારે સર્વને ત્યાગ કરીને મહાભિનિષ્ક્રમણ કર્યું ત્યારે તેઓ અંતરની આધ્યાત્મિક જરૂરિયાતની ધમાં જઈ રહ્યા હતા એમ કેમ ને કહેવાય ? પ્રત્યેક માનવામાં આવી એક આધ્યાત્મિક જરૂરિયાત રહેલી છે અને એથી દેના ભાગો, સંસારનાં સુખે, નીતિના આદેશો, આચરણ બુદ્ધિની વિલક્ષણતા અને તર્કની પ્રાપ્તિ એને સંતોષી શકતી નથી. સમાજની વ્યક્તિ તરીકે ઈષ્ટ પ્રકારનો સમાજ-વ્યવહાર પણ એને સંતોષી શકતો નથી. એને લગની છે, એક એવા તત્ત્વની શોધની જે માત્ર ભૌતિક તવ નથી, માત્ર નૈતિક કે સામાજિક તત્વ નથી, પરંતુ એક એવું મહાન તત્ત્વ જેમાં આ બધાંય તનું સમન્વયપૂર્વકનું સંમિશ્રણ થયું હોય. એ તવ એવું હોય જેની સાથે એ નિર્મળભાવે વાર્તાલાપ કરી શકે– ભાષાના ઉપયોગ વિના, જેની સાથે એકત્વ પામી શકે-ભાવાત્મક રીતે. માનવીની આવી આધ્યાત્મિક જરૂરિયાત દેવભાવનામાં જ સંતોષાય છે પિતાનામાં રહેલી આવી આધ્યાત્મિક જરૂરિયાતની શોધમાં નીકળેલા ગૌતમે, બુદ્ધ સ્વરૂપે અન્ય માનવીઓમાં પણ, આવી જ આધ્યાત્મિક જરૂરિયાત રહેલી છે એ ન જોયું. દેવ–ભાવનાને ખ્યાલ ન આવ્યો, તેયે એમના તરફ એમના ઉપદેશોને લીધે આકર્ષાયેલા એમના અનુયાયીઓને જ્યારે આ આધ્યાત્મિક જરૂરિયાત લાગી ત્યારે એમણે બુદ્ધને જ દેવસ્થાને સ્થાપ્યા. જીવનના સ્વરૂપ વિશે પણ બૌદ્ધધર્મ અને ખ્રિસ્તી ધર્મમાં મહત્ત્વને તફાવત છે. ખ્રિસ્તી ધર્મ જ્યારે માનવીને ઈશ્વરના સંતાન તરીકે નવાજે છે ત્યારે બૌદ્ધ