________________ ધર્મ-યુગલજૂથ તુલના 369, આ ફેરફારોની આપણે વિચારણા કરીએ એ પહેલાં કઈ પણ એક કે વધારે ધર્મોને એક જ ભૌગોલિક પ્રદેશમાં દીર્ઘકાલીન સહઅસ્તિત્વને પરિણામે આવા ફેરફારે કેવી રીતે થાય છે, એ પ્રક્રિયાને થોડો ખ્યાલ મેળવી લઈએ. ચીનના ધર્મો વિશે વિચારણા કરતી વખતે આપણે એ જોયું છે કે ચીનમાં કન્ફયુશિયન, તાઓ અને બૌદ્ધ ધર્મો પ્રજાજીવનમાં એવા તે ઓતપ્રોત થયા, જેથી ત્રણેય ધર્મોનું સ્વતંત્ર અસ્તિત્વ હેવાં છતાં, અરસપરસની વ્યાપક અસર થઈ. ભારતમાં હિંદુધર્મ અને જૈનધર્મના દીર્ધકાલીન સહઅસ્તિત્વને પરિણામે લગભગ આવી જ અસર થયેલી જોવામાં આવે છે. અહી યાં છે કે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે હિંદુધર્મ અને ઇરલામધર્મ પણ દીર્ધકાલ સુધી સાથે રહ્યા છે અને છતાં એમાં આવી ઓતપ્રોતતા જોવામાં આવતી નથી. એ સંભવિત છે કે હિંદુધર્મ અને જનધર્મના મહત્વના તફાવત હોવા છતાં, બંને ધર્મોમાં એક જ ભૂમિ અને પ્રજાની ભાવના વ્યક્ત થાય છે, અને એથી જે ડાઘણું તફાવત છે એ પણ ઓગળી જતાં, બંને ધર્મો અમુક આચારની બાબતે બાદ કરતાં, લગભગ એકસમાન જ બની જાય છે. હિંદુધર્મ અને ઇસ્લામધર્મ વચ્ચે એકેશ્વરવાદના મહત્વના મુદ્દા વિશે સામ્ય હોવા છતાં એ બે ધર્મો લાંબા સમયના સહઅસ્તિત્વ છતાં ઓતપ્રોત થઈ શક્યા નથી એના એક કારણ તરીકે મુસ્લિમ ધર્મના હાર્દને રજૂ કરી શકાય. હિંદુધર્મમાં અવતારને સ્વીકાર પહેલેથી જ થયેલું છે અને એમાં અનેક અવતાર સ્વીકારવામાં આવ્યા છે એની વિચારણા અન્યત્ર આપણે કરી છે. હિંદુધર્મના આ સગુણ ઈશ્વરની ભાવનાની અસર જેનધર્મ પર થઈ છે અને એને પરિણામે જૈનધર્મમાં પણ પાછળથી મહાવીરને સગુણ ઈશ્વર તરીકે સ્વીકાર થે છે. આમ, જૈનધર્મમાં ઈશ્વરભાવના નહોતી ત્યાં ઈશ્વરભાવના દાખલ થઈ છે, એટલું જ નહીં સગુણ ઈશ્વરની ભાવના પણ દાખલ થાય છે, એટલું જ નહીં પરંતુ હિંદુધર્મની અનેકેશ્વરવાદની ભાવના પણ જનધર્મને સ્પર્શી જાય છે અને તેથી એમાં પણ અનેકેશ્વરવાદ પ્રવેશે છે. આવું ત્રીજુ ક્ષેત્ર વર્ણવ્યવસ્થાનું છે. હિંદુધર્મમાં વર્ણવ્યવસ્થાને ખ્યાલ સ્વીકારાય જ છે, જનધર્મમાં એ ખ્યાલ નહે પરંતુ પાછળથી એમાં વર્ણવ્યવસ્થાને ખ્યાલ દાખલ થયે. એટલું જ નહીં, પરંતુ એના દેવમંડળમાં પણ આ વિચારની અસર વર્તાય છે. એક તરફ હિંદુધર્મની જે જૈનધર્મ પર આવી અસર પરિણમી છે, તો બીજી તરફે જૈનધર્મની હિંદુધર્મ પર અસર થઈ છે. સ્થાનકવાસી જેમાં મૂર્તિપૂજાની ભાવના નથી. પરંતુ અન્ય ધર્મ 24