________________ ધર્મ-યુગલ-જૂથ તુલના 367 જીવ અને જગત બંનેને અસત્ય તરીકે સ્વીકારી, અન્ય કોઈ તત્ત્વને સત્યસ્થાને સ્થાપવામાં આવ્યું નથી. આની તુલનામાં જનધર્મમાં જીવ અને જગત બંનેને સત્ય તરીકે સ્વીકારવામાં આવ્યાં છે. જૈનધર્મમાં જરથુસ્તધર્મની જેમ હેતવાદ છે એ આપણે નેંધવું જોઈએ. જનધર્મને દેતવાદ જડ અને ચેતન તત્વના સ્વીકારમાં સમાયેલું છે, જ્યારે જરથુસ્તધર્મને દૈતવાદ ઈષ્ટ અને અનિષ્ટ તત્તના સ્વીકારમાં રહેલે છે. જૈનધર્મ જડને અનિષ્ટ તરીકે સ્વીકારી એની સાથે જે જે કંઈ સંકળાયેલ છે. તે પણ અનિષ્ટમય બને છે એવો બોધ આપે છે. જીવ અને જગત બંનેને સત્ય તરીકે સ્વીકારી જૈનધર્મ જરથુસ્તધર્મની જેમ આત્મતત્વ અને જડતત્ત્વને એકમેકની સાથે મુકે છે. આમ કર્યા પછી આત્મતત્વ જડતત્ત્વથી નિર્લેપ રહે એ માટે તપશ્ચર્યાને માર્ગ સૂચવે છે. આમ, આપણે જોઈશું કે જીવ અને જગતના ઉપદેશમાં હિંદુધર્મ અને બૌદ્ધધર્મ વચ્ચે સમાનતા છે, પરંતુ એ માત્ર બાહ્ય સ્વરૂપની અને એ બંનેને આ મુદ્દા પર જનધર્મ સાથે તફાવત છે. અહીંયાં આપણે જૈનધર્મ અને બૌદ્ધધર્મની, હિંદુધર્મમાંથી થયેલી ઉત્પત્તિને ખ્યાલ કરતા નથી. કારણકે એ વિચાર આપણે અન્ય તુલના કરતી વખતે હાથ ધરી. એક જ હિંદુધર્મમાંથી ઉપજેલા જૈનધર્મ અને બૌદ્ધધર્મ માત્ર હિંદુધર્મથી જ જુદાં છે એમ નહિ, પરંતુ એ બંને ધર્મો અંદરોઅંદર પણ ઘણી બાબતમાં જદાં છે એને સામાન્ય ખ્યાલ અહીંયાં આવશે. એ બે ધર્મોના બેધની તલના આગળ ઉપર હાથ ધરીશું. 2. હિંદુધર્મ - જનધર્મ : - હિંદુધર્મ જનધર્મ 1. સ્થાપક : કઈ નહિ વર્ધમાન - મહાવીર 2. ધર્મ સ્વરૂ૫ : મૂળ ધર્મ વિરોધી - વિચલક 3. ધર્મગ્રંથ : વેદ વ. સંસ્કૃતમાં અંગે - પ્રાકૃતમાં 4. ઈશ્વર : બ્રહ્મ-ઈશ્વર 5. જીવ : બ્રહ્મ આવિર્ભાવ સત્ય 3. કર્મ : કર્મ સિદ્ધાંત રવીકાર કર્મ સિદ્ધાંત સ્વીકાર 7. પુનર્જન્મ : પુનર્જન્મ સ્વીકાર પુનર્જન્મ સ્વીકાર 8. મોક્ષ : બ્રહ્મ–એકત્વ ધર્મવિધિ, સ્વપ્રયત્નથી જ પ્રાપ્તિ ઈશ્વરકૃપાને સ્વીકાર નહિ. ટ