________________ 3.3 ધર્મગુગલ–જૂથ તુલના પ્રવેશક : આગલા પ્રકરણમાં આપણે, અમુક ધર્મબોધ વિષય લઈને, તે ઉપર વિવિધ - ધર્મોનાં મંતવ્યો શા છે, એની તુલનાત્મક વિચાર કરી. અહીં આપણે બે કે વધારે ધર્મો લઈને તેમની તુલનાત્મક વિચારણા હાથ ધરીશું. આ ગ્રંથના બીજા વિભાગમાં વ્યક્તિગત ધર્મની રજૂઆત કરતી વખતે જે ચર્ચાઓ કરી છે તેને અનુલક્ષીને, તેમ જ ત્રીજા વિભાગના બીજા પ્રકરણમાં જે ચર્ચાઓ કરી છે તે લક્ષમાં રાખી, ત્યાં રજૂ ન થયેલા એવા કેટલાક મુદ્દાઓની અહીંયાં વિચારણા કરીશું. આથી પુનરુક્તિ દોષમાંથી મુક્ત રહેવાશે. જોકે થેડી અનિવાર્ય એવી પુનરુક્તિ થાય પણ ખરી. ધર્મ–યુગલની તુલનાત્મક વિચારણા હાથ ધરવામાં આપણો ઉદ્દેશ કોઈપણ બે કે વધારે ધર્મોનાં વિવિધ અંગોની જે તે ધર્મની વિચારણાને તુલનાત્મક ખ્યાલ મેળવવાને છે. આ વિચારણા કરતી વખતે જે ધર્મ–યુગલની તુલના કરતા હોઈએ તેમાં સામ્ય અને વિરોધના સામાન્ય મુદ્દાઓ સ્પષ્ટ કરી. એક સામાન્ય પ્રકારની સમાલોચના આપવાનો પ્રયાસ કરીશું. આ કાર્ય પદ્ધતિસર થઈ શકે એ માટે જે ધર્મોની વચ્ચે તુલના કરવાના હેઈએ, તેમના બોધના કોઠાઓ રજૂ કરી ઉપર -આલેખ્યા અનુસારની વિચારણા હાથ ધરીશું.