________________ 362 ધર્મોનું તુલનાત્મક અધ્યયઃ બીજી એક બાબત પણ સેંધવા જેવી છે. બાઇબલમાં જરથુસ્તધર્મના અનુયાયીઓના વખાણ કરવામાં આવ્યા છે. ઈસાઈ આહમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેહવાએ એક જરથુરતી રાજા સાયરસને બોલાવ્યા ત્યારે તેમને ઈશ્વરના અવતારી પુરુષ તરીકે સંબોધ્યા હતા. આ જ પ્રમાણે જિસસને માટે મસીયાહને થયેલ શબ્દપ્રયોગ તેઓ અવતારી પુરુષ હતા એમ સૂચવવા વપરાયે. હોય એ સંભવિત છે. જેવાએ સાયરસને ઈશ્વરના અવતારી પુરુષ તરીકે સંબોધવા ઉપરાંત “મારા ભરવાડ "62 તરીકેનું સંબોધન પણ કરેલું છે. અહીંયાં. એ નોંધવું જોઈએ કે હિબ્રધર્મમાં ઇસાઈ આહને ખ્યાલ હોવા છતાં, અને ખ્રિસ્તી ધર્મ હિબ્રધર્મની સાથે પિતાને સંપર્ક જાળવવા ઉપરાંત, એમનાં શાસ્ત્રને સ્વીકાર કરવા છતાં પણ, જિસસને “મસીયાહ” તરીકે રવીકારતા નથી, 12, ધર્મને રચનાત્મક વિકાસ: આદિમ ધર્મમાંથી સંસ્કૃતધર્મની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે એને ઉલ્લેખ અન્યત્ર થયું છે. જગતના પ્રવર્તમાન બધા જ ધર્મો આવી રીતે આદિમ ધર્મની પશ્ચાદભૂમાંથી ઉપસ્થિત થયા છે. આ ધર્મોને રચનાત્મક વિકાસ ક્યા રવરૂપે થયો છે એને ઉલ્લેખ શેડર બ્લેમે 3 એમના ૧૯૩૧ના ગીફર્ડ લેકચર્સમાં કર્યો છે. એમના મંતવ્ય અનુસાર પ્રત્યેક ધર્મને વિશિષ્ટ વિકાસ અમુક સ્વરૂપે થયો. છે એમ કહી શકાય. પ્રવર્તમાન ધર્મોને અનુલક્ષીને એમણે સૂચવેલ વિકાસ આ રીતે રજૂ કરી શકાય. જરથુરતધર્મ : અનિષ્ટની સામેના સંઘર્ષ તરીકે જૈનધર્મ : મનોવિજ્ઞાન તરીકે બૌદ્ધધર્મ (હિનયાન) : મનોવિજ્ઞાન તરીકે હિબ્ર પયગંબરે : અંતરાત્માયુક્ત આચરણ તરીકે ચીનાઈ સાધુઓ : અંતરાત્માયુક્ત આચરણ તરીકે 'હિબ્રધર્મ : આવિષ્કાર (revelation) તરીકે ખ્રિસ્તી ધર્મ : એકમ અદ્વિતીય આવિષ્કાર તરીકે અહીંયાં શૈડર બ્લેમ વિવિધ ધર્મોના વિકાસનું સ્વરૂપ રજૂ કરવા પ્રયત્ન કરે છે. એમણે હિબ્રધર્મ અને ખ્રિસ્તી ધર્મ તેમ જ હિબ્ર પયગંબર અને ચીનાઈ 61 ઈસાઈઆહ, 45 62 એજ, 44H 28 63 શેડર બ્લેમ, ધી લિવિંગ ગેડ, ઓકસફર્ડ યુનિ. પ્રેસ, 1933