________________ 361 ધર્મબોધ વિષય તુલના તેઓને જરથુસ્તધર્મના અનુયાયીઓ સાથે સંપર્ક થયો, અને એને પરિણામે આ બે ધર્મોના સિદ્ધાંત પર પરસ્પર અસર થઈ હોય એમ મનાય છે. દેવો અને દાવોના વગેની જરથુસ્તધર્મની ભાવના, તેમ જ પુનરુત્થાન અને ઈશ્વરના ન્યાયની માન્યતા, તેમ જ ભાવિમાં મહાન ઉદ્ધારકના પ્રત્યક્ષીકરણનો ખ્યાલ, વગેરેની અસર હિબ્રધમ પર થઈ હોય એમ મનાય છે. મસીયાહના ખ્યાલમાં એવા ધર્મપ્રવર્તક અને મેક્ષદાતાને વિચાર કરવામાં આવ્યો છે જેઓ ભવિષ્યમાં ધર્મ અનુયાયીઓના પુનરુત્થાનને માટે પ્રત્યક્ષ થાય. આવા ઉદ્ધારકમાં વિશ્વાસ રાખવાની વાત યહૂદી ધર્મમાં કરવામાં આવી છે જે માણસ પુણ્ય કર્મ કરે છે એ તે ઈશ્વરદેશ અનુસાર કાર્ય કરતા હોવાથી એને તે યોગ્ય ન્યાય મળી રહેશે. પરંતુ જેઓએ પાપાચરણ કર્યું હોય એમનું શું? ઈશ્વરના ન્યાયીપણા અને એમની દયાભાવનાની વચ્ચે સમન્વય સાંધતો એવો આ મસીયાહને ખ્યાલ છે. જે માણસો પાપાચરણ કરે છે તેઓ પણ પિતાનાં કર્મોનું પ્રાયશ્ચિત્ત કરતા જ હોય એમ સ્વીકારવામાં આવે છે અને આવા માણસોને મસીયાહ મદદરૂપ થાય છે. એ એમના ઉદ્ધારક નેતા બને છે, અને એ રીતે એમની મારફતે ઈશ્વરને હેતુ પાર પડે છે. | હિબ્રધર્મના અનુયાયીઓને એટલી શ્રદ્ધા હતી કે જેવા ભાવિમાં કઈ મસીહને જરૂરથી મોકલશે. આવા નેતાને ઉલ્લેખ રાજા તરીકે અથવા તો “ભરવાડ૫૮ તરીકે અથવા તે ભક્ત અને સેવક તરીકે કરવામાં આવ્યું છે. ખ્રિસ્તી ધર્મમાં મસીયહને ખ્યાલ હિબ્રધર્મમાંથી કે જરથુરતધર્મમાંથી આવ્યું છે એ ચોક્કસ કરવું શક્ય નથી. કારણ કે “નવા કરાર”માં એવી નેંધ મળે છે કે જિસસના જન્મ પછી પૂર્વ પ્રદેશમાંથી કેટલાક વિદ્વાન માનવીઓ જિસસને જોવા માટે આવ્યા હતા. એમ કહેવાય છે કે આ માણસો જરથુસ્તધર્મના પુરોહિત હતા. આથી મસીયાહને વિચાર જરથુસ્તધર્મના આ અનુયાયીઓના સંપર્કના પરિણામે છે, કે જેમાંથી ખ્રિસ્તી ધર્મ ઉદ્ભવ્યું છે એ હિબ્રધર્મની અસર છે, એ નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. પ૭ જેરેમિયા, 23 : 5; 30 : 9 58 મિડાહ, 5: 2 - 5; એઝેકિયન 34 23; 37 24 59 ઈસાઈઆહ, પર : 13 - 15; 53: 1 - 12; એઝેક્સિન 34 : 24 60 મેગ્યુ, 2 : 1